કેવડીયા ખાતે વડાપ્રધાને એકતા ક્રુઝનું કર્યું લોકાર્પણ, પ્રવાસીઓ સાપુતારા-વિધ્યાંચલની પર્વતમાળાઓ વચ્ચે બોટિંગનો લ્હાવો માણી શકશે

કેવડીયા ખાતે વડાપ્રધાને એકતા ક્રુઝનું કર્યું લોકાર્પણ, પ્રવાસીઓ સાપુતારા-વિધ્યાંચલની પર્વતમાળાઓ વચ્ચે બોટિંગનો લ્હાવો માણી શકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની ખાતે એકતા ક્રુઝનું લોકાર્પણ કર્યું. આ એકતા ક્રુઝની લંબાઇ 26 મીટર અને પહોળાઇ 9 મીટર છે. આ એકતા ક્રુઝમાં એકસાથે 200 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. જેના થકી પ્રવાસીઓ બોટિંગની સાથે સાપુતારા અને વિધ્યાંચલની પર્વતમાળાનો લ્હાવો લઇ શકશે. આ જેટી શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવાઇ છે. કેવડીયાને પ્રવાસન તરીકે વિકસાવવામાં આ જેટીનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati