રાજ્યમાં હજુ એક દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા

રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદને પગલે ઠેરઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ એક દિવસ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 3:26 PM

રાજ્યમાં આગામી 24 કલાકમાં અત્યંત ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે (Forcast) આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત (South Gujarat)માં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા સતત વરસાદને પગલે પૂર(flood)ની સ્થિતિ સર્જાઈ છે. જેમાં તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લા રેલ એલર્ટ પર છે. રાજ્યમાં કુલ આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં હજુ મધ્ય ગુજરાતમાં દાહોદ અને ગાંધીનગરમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેનાથી આગામી સમયમાં રાજ્યમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.

આ સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં લો પ્રેશરની અસર જોવા મળશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. જે જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયુ છે, તેમાં નવસારી, સુરત તાપી, જુનાગઢ, પોરબંદર અને દ્વારકામાં હજુ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો

ગુજરાતમાં 84 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદની શરૂઆત થઈ છે. જેમાં સિઝનના એવરેજ વરસાદની સરખામણીએ જો વાત કરીએ તો 84 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. અનેક શહેરો પાણીમાં ગરકાવ થયા છે. અનેક કોઝવે ધોવાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવતા લોકોના જાનમાલનું મોટુ નુકસાન થવા પામ્યુ છે. વલસાડના ધરમપુરમાં આભ ફાટ્યુ હોવાના અહેવાલ છે. જિલ્લાની ઓરંગા નદી અને વાકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જો કે સંકટ સમયે NDRFની ટીમ સંકટ મોચક બનીને લોકોની મદદ કરી રહી છે અને પૂરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">