AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રણજી ટ્રોફીથી SMAT સુધી ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર, BCCIએ લાગુ કર્યા નવા નિયમ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઘરેલુ ક્રિકેટમાં નવા નિયમો અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સહિત તમામ મુખ્ય ટૂર્નામેન્ટમાં મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના નવા નિયમો લાગુ થશે. દિવસની છેલ્લી ઓવર, વાઈડ, વિકેટકીપર અને કોચ સહિત અનેક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ ભારતીય ક્રિકેટમાં લાગુ થનારા આ નવા નિયમો વિશે.

Breaking News: રણજી ટ્રોફીથી SMAT સુધી ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર, BCCIએ લાગુ કર્યા નવા નિયમ
BCCI new rules 2026Image Credit source: X/BCCI
| Updated on: Jul 20, 2026 | 9:35 PM
Share

BCCI મેરીલેબોન ક્રિકેટ ક્લબ દ્વારા પ્રસ્તાવિત ક્રિકેટના નવા નિયમો ઘરેલુ ક્રિકેટમાં લાગુ કરી રહ્યું છે. આ નવા નિયમો રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને અન્ય ઘરેલુ ટુર્નામેન્ટમાં લાગુ થશે. આ નિયમો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિવસની અંતિમ ઓવરમાં ફેરફારથી લઈને મુખ્ય કોચના મેદાનમાં પ્રવેશ સુધીની દરેક બાબતને આવરી લે છે. વધુમાં, ઘરેલુ ક્રિકેટમાં વિકેટકીપર ગ્લોવ્સ અંગેનો એક નવો નિયમ પણ લાગુ કરવામાં આવશે. વાઈડ અંગેના નવા નિયમો પણ લાગુ કરવામાં આવશે. ચાલો ભારતીય ઘરેલુ ક્રિકેટમાં લાગુ થનારા નિયમો વિશે જાણીએ.

ભારતીય ક્રિકેટમાં આ નવા નિયમો લાગુ થશે

  • નવા નિયમો અનુસાર, હવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિવસની છેલ્લી ઓવર પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. આનો અર્થ એ થયો કે જો દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે છે, તો રમત ત્યાં અટકશે નહીં. નવા બેટ્સમેનને દિવસના છેલ્લા બોલ સુધી રમવું પડશે.
  • ODI મેચો દરમિયાન, ડ્રિંક્સ બ્રેક દરમિયાન મુખ્ય કોચને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
  • જો કોઈ ખેલાડી જાણી જોઈને ઓછા રન લે, તો ફિલ્ડિંગ કેપ્ટન નક્કી કરી શકશે કે આગામી બોલનો સામનો કયો બેટ્સમેન કરશે.
  • બોલને ડેડ જાહેર કરવાના નિયમમાં પણ ફેરફાર થયો છે. હવે બોલને ડેડ ગણવા માટે બોલર કે વિકેટકીપરના કબજામાં હોવું જરૂરી નથી. જો બોલ ફિલ્ડરના હાથમાં હોય અથવા જમીન પર પડેલો હોય તો પણ તેને ડેડ ગણવામાં આવશે.
  • ODI અને T20 મેચોમાં લેગ સાઈડ વાઈડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
  • બોલ ફેંકતી વખતે બધા ફિલ્ડરો બાઉન્ડ્રીની અંદર હોવા જોઈએ.
  • બોલરના રન-અપ દરમિયાન પોતાના ગ્લોવ્ઝ આગળ રાખવા બદલ વિકેટકીપરને હવે દંડ કરવામાં આવશે નહીં.

FIFA World Cup 2026: આ 2 ખેલાડીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યો, વીડિયો વાયરલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">