AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cellular vs Wi-Fi Calling: કયા મોડમાં કૉલ કરવાથી ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે ? જાણી લો અસલી સત્ય

સ્માર્ટફોનમાં સેલ્યુલર અને વાઇ-ફાઇ કૉલિંગમાંથી શેમાં વધારે બેટરી વપરાય છે તેને લઈને ઘણા લોકો મૂંઝવણમાં હોય છે. હકીકતમાં આ બંનેમાં બેટરીનો વપરાશ કૉલિંગ મોડ કરતાં તમારા નેટવર્કની ગુણવત્તા પર વધુ આધાર રાખે છે. જાણો કઈ પરિસ્થિતિમાં કયો ઓપ્શન બેસ્ટ રહેશે.

Cellular vs Wi-Fi Calling: કયા મોડમાં કૉલ કરવાથી ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે ? જાણી લો અસલી સત્ય
| Updated on: Jul 20, 2026 | 9:44 PM
Share

સ્માર્ટફોનમાં હવે કૉલિંગ માત્ર મોબાઈલ નેટવર્ક સુધી સીમિત રહ્યું નથી. આજે મોટાભાગના નવા ફોન વાઇ-ફાઇ કૉલિંગ (Wi-Fi Calling) જેવી સુવિધા સાથે આવે છે, જે નબળા નેટવર્કવાળા વિસ્તારોમાં પણ વધુ સારો કૉલિંગ અનુભવ આપવાનો દાવો કરે છે. જોકે, ઘણા યુઝર્સના મનમાં એ સવાલ રહે છે કે સેલ્યુલર કૉલિંગ (Cellular Calling) અને વાઇ-ફાઇ કૉલિંગમાંથી કયો ઓપ્શન ફોનની બેટરી ઓછી વાપરે છે. આનો જવાબ સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર કરે છે કે તમારી આસપાસ નેટવર્કની સ્થિતિ કેવી છે.

Cellular Calling ક્યારે ઉત્તમ ઓપ્શન છે?

જો તમારા વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક મજબૂત છે અને ફોનમાં પૂરા સિગ્નલ મળી રહ્યા છે, તો સામાન્ય સેલ્યુલર કૉલિંગ બેટરી પર વધારે દબાણ લાવતું નથી. આવી સ્થિતિમાં ફોનને નેટવર્ક શોધવા માટે વધારાની મહેનત કરવી પડતી નથી, જેનાથી બેટરીનો વપરાશ નિયંત્રણમાં રહે છે. પરંતુ જો તમે એવી જગ્યાએ છો જ્યાં નેટવર્ક વારંવાર ગાયબ થઈ જાય છે અથવા સિગ્નલ ખૂબ નબળા છે, તો ફોન સતત સારા નેટવર્કની શોધ કરતો રહે છે. આ પ્રોસેસ બેટરીનો વપરાશ વધારી શકે છે.

Wi-Fi Calling કેવી રીતે કામ કરે છે?

વાઇ-ફાઇ કૉલિંગ એ એક એવી સુવિધા છે, જેમાં કૉલ મોબાઈલ ટાવરના બદલે ઈન્ટરનેટ દ્વારા થાય છે. એટલે કે જો તમારો ફોન કોઈ સ્ટેબલ વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાયેલો છે, તો કૉલ એ જ નેટવર્ક થ્રૂ પૂરો થાય છે. આ ફીચર ખાસ કરીને ઘર, ઓફિસ કે એવી ઈમારતોમાં ઉપયોગી સાબિત થાય છે, જ્યાં મોબાઈલ સિગ્નલ નબળા હોય છે.

કઈ સ્થિતિમાં Wi-Fi Calling ફાયદાકારક છે?

જો તમારી પાસે ફાસ્ટ અને સ્ટેબલ વાઇ-ફાઇ કનેક્શન ઉપલબ્ધ હોય, તો વાઇ-ફાઇ કૉલિંગ સારા કૉલ ક્વોલિટીની સાથે બેટરીની બચત પણ કરી શકે છે, કારણ કે ફોનને વારંવાર મોબાઈલ નેટવર્ક શોધવાની જરૂર પડતી નથી. જોકે, જો વાઇ-ફાઇ નેટવર્ક પોતે જ નબળું હોય કે વારંવાર ડિસકનેક્ટ થતું હોય, તો ફોન સતત વાઇ-ફાઇ અને સેલ્યુલર નેટવર્ક વચ્ચે સ્વિચ થતો રહે છે. આનાથી બેટરી પહેલાં કરતાં પણ વધુ ઝડપથી વપરાઈ શકે છે.

બેટરી બચાવવાના સરળ ઉપાયો

  • ફોનની બેટરીને લાંબા સમય સુધી ચલાવવા માટે હંમેશા મજબૂત નેટવર્કનો ઉપયોગ કરો.
  • જ્યાં વાઇ-ફાઇ કનેક્શન સારું હોય ત્યાં વાઇ-ફાઇ કૉલિંગ ચાલુ રાખો અને નબળું વાઇ-ફાઇ મળે ત્યારે તેને બંધ કરી દો.
  • ફોનનું સોફ્ટવેર અને કેરિયર સેટિંગ્સ સમયસર અપડેટ કરતા રહો.
  • જરૂર ન હોય ત્યારે વાઇ-ફાઇ, મોબાઈલ ડેટા કે અન્ય વાયરલેસ ફીચર્સ બંધ રાખવા એ પણ બેટરી બચાવવાનો આસાન રસ્તો છે.
  • કુલ મળીને, બેટરીનો વપરાશ કોઈ એક કૉલિંગ મોડ પર નહીં પણ નેટવર્કની ક્વોલિટી પર વધુ નિર્ભર કરે છે. મજબૂત નેટવર્ક મળવા પર સેલ્યુલર કૉલિંગ હોય કે વાઇ-ફાઇ કૉલિંગ, બંનેમાં સારું પર્ફોર્મન્સ મળે છે.

શું તમે પણ વાહનની માઇલેજ વધારવા માટે ફ્યુઅલ એડિટિવ્સ વાપરો છો… ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Follow Us
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
g clip-path="url(#clip0_868_265)">