AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nag Panchami 2026: નાગ પંચમીના દિવસે નાગદેવતાની પૂજા શા માટે કરવામાં આવે છે? જાણો પૂજાની વિધિ અને શુભ મુહૂર્ત

હિંદુ પંચાગ અનુસાર પાંચમની તિથિની શરૂઆત 16 ઓગસ્ટે સાંજે 4.51 વાગ્યા થી થશે અને તેનું સમાપન 17 ઓગસ્ટના સાંજે 5 વાગ્યે થશે. હવે આજે આપને જણાવશુ કે હિંદુ ધર્મમાં શા માટે કરવામાં આવે છે નાગદેવતાની પૂજા અને શું હોય છે તેના માટેની પૂજા વિધિ..

Nag Panchami 2026: નાગ પંચમીના દિવસે નાગદેવતાની પૂજા શા માટે કરવામાં આવે છે? જાણો પૂજાની વિધિ અને શુભ મુહૂર્ત
| Updated on: Aug 16, 2026 | 9:20 PM
Share

આ વર્ષે શ્રાવણના પહેલા સોમવારે નાગ પાંચમનો તહેવાર ઉજવવામાં આવશે. ત્યારે ભગવાન શિવ અને નાગદેવતાની પૂજાનું મહત્વ કંઈક વધી જાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ નાગ દેવતાની પૂજા કરી પરિવારની સુખ સમૃદ્ધિ અને સુરક્ષાની કામના કરે છે. માન્યતા અનુસાર નાગ પાંચમના દિવસે વિધિ વિધાન સાથે પૂજા કરવાથી સર્પ દોષ, રાહુ-કેતુ સંબંધિત સમસ્યાઓ અને સાપના ભયમાંથી રાહત મળી શકે છે.

નાગ પાંચમ 2026નું શુભ મુહૂર્ત

હિંદુ પંચાંગ અનુસાર, પંચમીની તિથિની શરૂઆત 16 ઓગસ્ટ ની સાંજે 4.51 એ થશે અને તેનું સમાપન 17 ઓગસ્ટની સાંજે 5 વાગ્યે થશે. એવામાં નાગ પાંચમની પૂજા માટે સૌથી શુભ સમય 17 ઓગસ્ટે સવારે 5.51 વાગ્યાથી સવારે 8.29 વાગ્યા સુધીનો છે. આ દિવસે રવિ યોગ અને શુભ યોગ બની રહ્યો છે. જેને પૂજા પાઠ માટે વિશેષ માનવામાં આવે છે.

શા માટે કરવામાં આવે છે નાગ દેવતાની પૂજા

સનાતન પરંપરામાં નાગનો સંબંધ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ સાથે બતાવવામાં આવ્યો છે. ભગવાન શિવ નાગને ગળામાં ધારણ કરે છે તો શેષનાગ ભગવાન વિષ્ણુની શૈયા છે. ભગવાન વિષ્ણુની શૈયા છે શેષનાગ. ભગવાન કૃષ્ણના જન્મ સમયે પણ શેષનાગે વાસુદેવને યમુના પાર કરાવવામાં મદદ કરી હતી. સમુદ્ર મંથનમાં પણ વાસુકી નાગની મહત્વની ભૂમિકા છે. આ જ કારણ છે નાગપંચમીને નાગ દેવતા પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે મનાવવામાં આવે છે અને તેમની પુરા વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે.

નાગપંચમીની પૂજન વિધિ

પૂજાની વિધિની શરૂઆત ભગવાન શિવના સ્મરણથી કરો. સૌથી પહેલા શિવલિંગ પર જળથી અભિષેક કરો અને બિલિપત્ર અર્પિત કરો. ત્યારબાદ નાગદેવતાની પૂજાનો આરંભ કરો. નાગ પ્રતિમાં કે ચિત્ર પર હળદર, કંકુ, ચોખા અને ફુલ ચડાવો. ત્યારબાદ ચણા, રાંધેલા ખાંડ ચોખા અને કાચા દૂધનો ભોગ લગાવો. ઘરના મુખ્ય દ્વાર પર ગોબર, ગેરુ ક માટીના નાગની આકૃતિ બનાવીને પણ પૂજા કરવાની પરંપરા બતાવાઈ છે. અંતમાં ધૂપ અને દીપ પ્રગટાવી ભગવાન શિવની આરતી કરો અને પ્રસાદ વહેંચી દો.

સ્વપ્નમાં નાગ દેખાય તો આ ઉપાય કરો

જો કોઈ વ્યક્તિને વારંવાર સપનામાં નાગ દેખાય કે નાગનો ભય રહેતો હોય તો તેના ઉપાય સ્વરૂપે ચાંદીના બે સાપ અને એક સ્વસ્તિક બનાવડાવો. તેને એક થાળીમાં રાખી નાગદેવતા અને સ્વસ્તિકની પૂજા કરો. નાગોને કાચુ દૂધ અને સ્વસ્તિકને બિલિપત્ર અર્પિત કરો. ત્યારબાદ “ॐ नागेन्द्रहाराय नमः” મંત્રનો જાપ કરો. નાગને શિવલિંગ પર અર્પિત કરવુ અને સ્વસ્તિકને ધારણ કરવાની વાત પણ આ ઉપાયમાં બતાવવામાં આવી છે.

સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ નોંધાયો ગુનો, જવાબદાર ચારેય તબીબો સામે નોંધાઈ બીજી ફરિયાદ

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">