Breaking News : સુરતના કાપોદ્રામાં બેફામ કાર ચાલકે 3-4 બાઈક ચાલકને લીધા અડફેટે, પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોધ્યો, જુઓ Video

|

Jul 31, 2023 | 11:22 AM

સુરતના કાપોદ્રામાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસેની અકસ્માતની ઘટના બની છે. બેફામ કાર ચાલકે 3-4 બાઈક ચાલકને અડફેટે લીધા છે. કારની અડફેટે આવતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

Breaking News : સુરતના કાપોદ્રામાં બેફામ કાર ચાલકે 3-4 બાઈક ચાલકને લીધા અડફેટે, પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોધ્યો, જુઓ Video
Surat Accident

Follow us on

Surat Accident : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. થોડા દિવસ અગાઉ જ અમદાવાદના ઈસ્કોન અકસ્માતમાં નબીરાએ 9 લોકોના જીવ લીધા હતા. ત્યારે અમદાવાદ અકસ્માતને યાદ આપાવે તેવો અકસ્માત સુરતના કાપોદ્રામાં બન્યો છે.

આ પણ વાંચો : Surat: જીલ્લામાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ઉધના, પાંડેસરા, વડોદ ગામમાં ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થતાં સર્વેની કામગીરી હાથ ધરાઇ, જુઓ Video

સુરતના કાપોદ્રા વિસ્તારમાં કાર ચાલકે કારને બેફમ હંકારી અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે કાપોદ્રા વિસ્તારમાં 4 બાઈક ચાલક અને બે રાહદારી સહીત કુલ 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનાને લઈને કાપોદ્રા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

તો બીજી તરફ અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. લોકોએ કાર ચાલકને ઝડપીને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે

અમદાવાદમાં તથ્ય પટેલ નામના નબીરાએ સર્જેલા અકસ્માતની ઘટના હજુ તાજી જ છે. ત્યાં સુરતમાં આ જ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં એક કાર ચાલકે બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. સુરતના કાપોદ્રા સ્નેહ મુદ્રા સોસાયટી પાસે આવેલા બીઆરટીએસ કોરીડોર પાસે એક કાર ચાલક ફૂલ સ્પીડે આવ્યો હતો. અને 4 બાઈક ચાલક અને બે રાહદારી સહીત કુલ 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા.

ઈજાગ્રસ્ત લોકોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. લોકોએ કાર ચાલકને ઝડપીને મેથીપાક આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. તો બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત લોકોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ કાર ચાલકને પણ ઈજા થઇ હોય તેને પણ પ્રાથમિક સારવાર અપાયા બાદ કાપોદ્રા પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે કાર ચાલક ફૂલ સ્પીડમાં હતો અને ત્યાં અકસ્માત સર્જે છે. પોલીસે હાલ કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલકનું નામ સાજન પટેલ છે અને તે ઉત્રાણ વિસ્તારનો રહેવાસી છે.

ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષિ સચિને જણાવ્યું હતું કે અમે બંને ભાઈઓ ગાડી પર જતા હતા અને પાછળથી 120 થી 130 ની સ્પિડમાં કાર આવી હતી અને પાછળથી ટક્કર મારી હતી જેથી અમે બંને ફંગોળાયા હતા. જેમાં ભાઈને પગમાં ફેકચર થયું છે. અકસ્માતની ઘટનામાં ત્યાં અંદાજીત 7 થી 8 જેટલા લોકોને ઈજા થઇ છે

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:22 am, Mon, 31 July 23

Next Article