AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: જીલ્લામાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ઉધના, પાંડેસરા, વડોદ ગામમાં ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થતાં સર્વેની કામગીરી હાથ ધરાઇ, જુઓ Video

Surat: જીલ્લામાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ઉધના, પાંડેસરા, વડોદ ગામમાં ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થતાં સર્વેની કામગીરી હાથ ધરાઇ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 5:29 PM
Share

સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા તંત્ર એકશનમાં આવ્યું છે. ઉધના,પાંડેસરા, વડોદ ગામમાં રોગચાળો ફેલાયો છે. ઝાડા ઉલ્ટીના વધુ કેસ સામે આવત સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.

Surat: મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા કોર્પોરેશનનું તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. ઉધના, પાંડેસરા, વડોદ ગામમાં ઝાડા ઉલ્ટીના વધુ કેસ સામે આવતા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપા કમિશનરની સૂચના બાદ આરોગ્યની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યો હતો.

આ પણ વાંચો : Surat Rain: બારડોલીની મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો, 50 જેટલા મકાનો પાણીમાં ડૂબ્યા, જુઓ Video

અત્યાર સુધી દોઢ લાખથી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં તાવના 564 અને સામાન્ય ઝાડાના 204 કેસો મળી આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાંથી પણ સારવાર લેવા આવતા દર્દીઓના આંકડાઓ પણ મેળવવામાં આવ્યા હતા. સર્વેમાં કુલ 1800 કર્મચારીઓ જોડાયા છે. વોર રૂમથી કોલ કરી લોકેશન અને કામગીરીની પણ વિગત મેળવામાં આવે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">