AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi Bridge Tragedy : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં અદાલતે ચાર આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા, પાંચને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા

ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાના કેસમાં ધરપકડ કરાયેલ ઓરેવા ગ્રુપના બે મેનેજર સહિત ચાર આરોપીઓને ચાર દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. જેમાં સરકારી વકીલ એચએસ પંચાલે જણાવ્યું હતું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ જે ખાને અન્ય પાંચ ધરપકડ કરાયેલા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

Morbi Bridge Tragedy : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં અદાલતે ચાર આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા, પાંચને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા
Morbi Bridge Accused
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2022 | 11:58 PM
Share

ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાના કેસમાં ધરપકડ કરાયેલ ઓરેવા ગ્રુપના બે મેનેજર સહિત ચાર આરોપીઓને ચાર દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. જેમાં સરકારી વકીલ એચએસ પંચાલે જણાવ્યું હતું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ જે ખાને અન્ય પાંચ ધરપકડ કરાયેલા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. જેમાં રવિવારે પુલ ધરાશાયી થવાની ઘટનામાં પોલીસે કુલ નવ લોકોની ધરપકડ કરી છે. પુલ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પંચાલે જણાવ્યું હતું કે પોલીસે ચાર મુખ્ય આરોપીઓની કસ્ટડી માંગી હતી, જેમાં ઓરેવા ગ્રુપના બે મેનેજર અને બે પેટા કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે જેમણે તાજેતરમાં પુલનું સમારકામ કર્યું હતું. કોર્ટે બ્રિજના ટિકિટ બુકિંગ ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ સહિત અન્ય પાંચ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. પોલીસે તેમના રિમાન્ડની માંગણી કરી ન હતી. જેમાં મોરબી નગરપાલિકા દ્વારા ઘડિયાળ અને ઈ-બાઈક બનાવતી કંપની ઓરેવા ગ્રૂપને બ્રિજના સમારકામ અને તેને 15 વર્ષ સુધી ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાના 9 આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મોરબી બાર એસોસિએશને આ આરોપીઓનો કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે. કેસ નહીં લડવા અંગે આવતીકાલે (02.11.22) ઠરાવ પણ કરવામાં આવશે. જેમાં સુરેન્દ્રનગરના મહિલા વકીલ આરોપીઓનો કેસ લડશે. જો કે મહિલા વકીલે આ સમગ્ર મામલે જણાવ્યુ હતુ કે પોલીસે હજુ તેમને FIRની કોપી સોંપી નથી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પોલીસે કોર્ટ સમક્ષ FSL રિપોર્ટ રજૂ કર્યો હતો. ઝુલતા પૂલનો કેબલ જ્યાંથી તૂટ્યો હતો તે ભાગ નબળો અને કાટ લાગેલો હતો. તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં મોરબી પોલીસે ફરિયાદી બનીને કેસ નોંધ્યો છે.

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">