Morbi: રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને ભારે હોબાળો, ટોળું નજીકમાં જ આવેલ કલેકટરના બંગલા પર પહોંચી ગયું

Morbi:  રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને ભારે હોબાળો થયો હતો. વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેલા દર્દીઓના સગાઓને વિતરણ સ્થળ પરથી કહેવામાં આવ્યું કે આજે રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ નહીં કરવામાં આવે.

Morbi: રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને ભારે હોબાળો, ટોળું નજીકમાં જ આવેલ કલેકટરના બંગલા પર પહોંચી ગયું
Morbi Remdesivir Injection Issue
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 21, 2021 | 9:01 PM

Morbi:  રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને ભારે હોબાળો થયો હતો. વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેલા દર્દીઓના સગાઓને વિતરણ સ્થળ પરથી કહેવામાં આવ્યું કે આજે રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ નહીં કરવામાં આવે. આવી વાત જાણવા મળતા લોકો ગુસ્સે ભરાયા હતા અને થોડીવાર માટે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ ટોળું નજીકમાં જ આવેલ કલેકટરના બંગલા પર પહોંચી ગયું હતું. રેમડેસીવીર ઈન્જેક્શનની માંગણી સાથે લોકો કલેક્ટરના બંગલા સામે બેસી ગયા હતા. પોલીસની સમજાવટ બાદ પાંચ લોકોના પ્રતિનિધિઓ જીલ્લા કલેકટરને મળવા માટે સેવાસદન ખાતે ગયા હતા અને કલેકટરને રજૂઆત કર્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

મોરબીમાં રેમડેસીવીર ઈન્જેક્શનની જરૂરિયાતને લઈને વીસી હાઈસ્કુલ ખાતે મધ્યસ્થ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું આવ્યું હતું. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મધ્યસ્થ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું અને હોમ આઈસોલેટ દર્દીઓને પણ ગાઈડલાઈન મુજબ અહીંયાંથી ઈન્જેક્શન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત મુજબ એક દિવસ વિતરણ કરેલ અને બીજા દિવસે પણ લોકો વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઈન્જેક્શન મેળવવા માટે ઉભા હતા. મધ્યસ્થ કેન્દ્ર પરથી જાહેરાત કરવામાં આવી કે અહીંયાથી ઈન્જેક્શન આપવામાં આવશે નહીં, તેથી લોકો ગુસ્સે ભરાયા હતા અને થોડીવાર માટે હોબાળો મચાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બાદમાં લોકો ત્યાંથી કલેકટર જે બી પટેલના બંગલે પહોંચ્યા હતા, પરંતુ કલેકટર તેમને મળ્યા ન હતા અને પોલીસે ઉશ્કેરાયેલા લોકોને શાંત કર્યા હતા. બાદમાં પાંચ લોકોનું પ્રતિનિધિ મંડળ કલેકટર કચેરી ખાતે પહોંચ્યું હતું અને ત્યાં કલેકટરને રજૂઆત કરી હતી. કલેકટરે સ્પષ્ટ પણે કહ્યું હતું કે જેટલા ઈન્જેક્શનની જરૂર છે તેની સામે ઓછો જથ્થો આવે છે એટલે હવે હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને ઈન્જેક્શન નહીં આપવામાં આવે.

સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પીટલમાં દાખલ થયેલ અને જેમની કંડીશન ખરાબ છે એવા જ દર્દીઓને હાલ ઈન્જેક્શન આપવામાં આવશે. જરુરીયાત મુજબના ઈન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવે તે માટે સરકારમાં પણ રજૂઆત કરી હોવાનું જીલ્લા કલેકટરે કહ્યું હતું. ગઈકાલથી Ramdesivirની જરૂરીયાતને ધ્યાને લઈને ઈન્જેક્શન વિતરણ માટે મધ્યસ્થ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું. (Morbi remdesivir injection distribution center) મોરબીની વીસી હાઈસ્કુલ ખાતે મધ્યસ્થ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું. જ્યાંથી  સવારે 9 વાગ્યાથી ઈન્જેક્શનનું મેળવવા માટે દર્દીઓના સગાની લાઈનો લાગી જાતી હતી.

આ પણ વાંચો: Viral Video: માસ્કનું ચેકિંગ કરી રહેલા પોલીસ અધિકારીને થપ્પડ મારી ભાગ્યો યુવક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">