મનરેગા ભરતીના નામે હાઈ-ટેક કૌભાંડનો પર્દાફાશ

મનરેગા ભરતીના નામે હાઈ-ટેક કૌભાંડનો પર્દાફાશ
આ જાહેરાત મનરેગા કચેરીના એક અધિકારી ના ધ્યાન પર આવતાજ ડીસેમ્બર માસ માં ગાંધીનગર ના સેક્ટર ૭ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી

મનરેગા યોજનામાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરનાર એક મહિલા સહિત 2 શખ્સની ધરપકડ કરાઈ છે. અમદાવાદ સાયબર સેલની ટીમે કૌભાંડ આચરનાર એક મહિલા સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. તેમણે થોડા સમય અગાઉ 25 હજાર લોકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. લોકો પાસેથી નોકરીના નામે રૂપિયા પડાવવા માટે તેમણે નકલી વેબસાઈટ પણ બનાવી […]

yunus.gazi

| Edited By: Anjleena Macwan

Jan 02, 2019 | 4:43 AM

મનરેગા યોજનામાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરનાર એક મહિલા સહિત 2 શખ્સની ધરપકડ કરાઈ છેઅમદાવાદ સાયબર સેલની ટીમે કૌભાંડ આચરનાર એક મહિલા સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતાતેમણે થોડા સમય અગાઉ 25 હજાર લોકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતીલોકો પાસેથી નોકરીના નામે રૂપિયા પડાવવા માટે તેમણે નકલી વેબસાઈટ પણ બનાવી હતી જોકે હવે બંને આરોપી પોલીસ સકંજામાં છે.

મનરેગાના માં નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના બે આરોપી ઝડપાયા

વિપિન ઉર્ફે વિનોદ રાઘવ તથા પ્રીતિ ઠાકુર અને તેઓ પાસેથી કબજે લેવાયેલ કોમ્પ્યુટર ,પ્રિન્ટર ,મોબાઈલ સહીતની ચીજવસ્તુઓ

આ ટોળકી માત્ર ગ્રામ વિકાસના મનરેગા વિભાગ માટેજ નહિ અન્ય બે સરકારી વિભાગોના નામે પણ કોભાંડ આચરતી હોવાની વિગતો સામે આવી છે જેના આધારે સાયબર સેલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એકજ આઈપી એડ્રેસ પરથી જુદી જુદી એજન્સીઓના નામે ભરતી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

કઈ કઈ વેબ સાઈટ બનાવી કરી ઠગાઈ ?

1) ગુજરાતની મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજનામાં ભરતી માટે

www.mggrygov.com

2) ભારતીય કિસાન વિકાસ અનુસંધાન સંસ્થાન

www.bkvasgov.com

3) સરદાર પટેલ ગ્રામીણ રોજગાર યોજના

www.spsvpgov.com

આ ટોળકી માત્ર ગ્રામ વિકાસના મનરેગા વિભાગ માટેજ નહિ અન્ય બે સરકારી વિભાગોના નામે પણ કોભાંડ આચરતી હોવાની વિગતો સામે આવી છે જેના આધારે સાયબર સેલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એકજ આઈપી એડ્રેસ પરથી જુદી જુદી એજન્સીઓના નામે ભરતી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

મનરેગાના માં નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના બે આરોપી ઝડપાયા

આ જાહેરાત મનરેગા કચેરીના એક અધિકારીના ધ્યાન પર આવતાજ ડીસેમ્બર માસમાં ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી

ભેજાબાજ ટોળકી ઓનલાઈન ફોર્મ ભરાવી દીધા બાદ વિપિન ઉર્ફે વિનોદના નામનો બેંક એકાઉન્ટ નંબર આપતા જેમાં ૧૨૦૦ રૂપિયા RTGS દ્વારા ભરાવતા અને ઈમેલ દ્વારા કોલલેટર મોકલી મોબાઈલ તથા કુરિયર કંપની દ્વારા વાતચીત કરતા. આ ટોળકીએ છેલ્લા બે વર્ષ દરમિયાન આ ત્રણ વેબસાઈટ બનાવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા આ બંનેને ઝડપી પાડી કોમ્પ્યુટર, સીપીયુ ,પ્રિન્ટર ,૮ મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓ કબજે કરી કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati