ટ્રિપલ તલાક બોલતા મહેસાણાના ‘ફકીર’ ને કેદની સજા, ઘરમાં એક પત્નિ હતી છતાં બીજી લઈ આવ્યો હતો

મહેસાણા જિલ્લામાં ટ્રિપલ તલાકના સૌ પ્રથમ કેસમાં કોર્ટે ચુકાદો આપતા આરોપીઓને કેદની સજા સંભાળાવી છે. સાડા ચારેક વર્ષ અગાઉ મહેસાણાના નાગલપુરમાં રહેલા યુવકે તેની પત્નિને ટ્રિપલ તલાક બોલીને છૂટાછેડા આપ્યા હતા. જેને લઈ આ મામલે મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ જિલ્લાનો સૌ પ્રથમ ગુનો નોંધાયો હતો.

ટ્રિપલ તલાક બોલતા મહેસાણાના 'ફકીર' ને કેદની સજા, ઘરમાં એક પત્નિ હતી છતાં બીજી લઈ આવ્યો હતો
બીજી પત્નિ લાવતા ઝઘડો થયો
Follow Us:
| Updated on: Jan 03, 2024 | 9:58 AM

મહેસાણા શહેર નજીક આવેલા નાગલપુર વિસ્તારમાં એક મહિલાને તેના પતિએ 17 વર્ષના લગ્નજીવનને પળવાર જ તોડી નાંખ્યુ હતુ. પતિએ પોતાની સાસરી એટલે કે મહિલાના પિયરમાં પહોંચીને ત્યાં માથાકૂટ કરી હતી. પતિને પ્રથમ પત્નિ હયાત હોવા છતાં બીજા લગ્ન કર્યા હતા અને જેને લઈ પત્નિએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન મારામારી કરીને પતિએ પ્રથમ પત્નિને તેના પિયરમાં જ ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપ્યા હતા.

આમ મામલે વર્ષ 2019માં મહેસાણા શહેરમાં આવેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેસાણા પોલીસે ટ્રિપલ તલાક બોલીને છૂટાછેડા આપવાના મામલે જિલ્લાનો પ્રથમ ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં આરોપી ફકીર જાકીરશાને કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી છે.

ફકીરે બીજી પત્નિ ઘરમાં લાવી

નાગલપુર વિસ્તારમાં રહેતા ફકીર જાકીરશા સાથે મહિલાના લગ્નના 17 વર્ષ વીતી ચૂક્યા હતા. બંનેએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. આ દરમિયાન હવે આટલા વર્ષો બાદ ફકીર જાકીરશાને બીજી પત્નિ લાવવી હતી. જે પત્નિનો વિરોધ પ્રથમ પત્નિએ કર્યો હતો. પરંતુ ફકીર લગ્ન કરવા મક્કમ બન્યો હોય એમ તે પોતાની વાત પર રહ્યો હતો. આથી બીજી પત્નિ લાવવાને લઈ પ્રથમ પત્નિ પર ત્રાસ ગુજારવો શરુ કર્યો હતો.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

પ્રથમ પત્નિ પતિના ત્રાસ અને બીજા લગ્ન કરી લીધા હતા જેને લઈ તે પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. ફકીર જાકીરશા પ્રથમ પત્નિના પિયરમાં પહોંચીને ત્યાં મારા મારી કરવા લાગ્યો હતો. જેને લઈ મહિલાના ભાઈ સહિતના લોકો વચ્ચે પડીને છોડાવવા લાગ્યા હતા. આ સમયે ફકીરે તેમને ધમકીઓ આપી હતી. ધમકીઓ આપવા સાથે જ ત્રણ વાર તલાક કહી સંભળાવીને છૂટાછેડા આપ્યા હતા.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા, સુંદર ટાપુને નવા વર્ષે અનેક સુવિધાઓની ભેટ આપી

કોર્ટે સજા સંભળાવી

આ દરમિયાન પ્રથમ પત્નિએ મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે બનેલી ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં 2019ની ટ્રિપલ તલાક મુસ્લિમ વુમન એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરુ કરાઈ હતી. જે સંદર્ભનો કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. સેસન્સ જજ એલએલ મહેતાએ આરોપી ફકીર જાકીરશાને દોષીત ઠેરવ્યા હતા. ત્રણ વાર તલાક બોલી છૂટાછેડા આપનાર ફકીરને 2 વર્ષની કેદ અને 5 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">