Mehsana : અષાઢી બીજની રથયાત્રાને તૈયારીઓ પૂર્ણ, પોલીસે ગોઠવ્યો જડબેસલાક બંદોબસ્ત

મહેસાણા(Mehsana)જિલ્લામાં 01 જુલાઇના રોજ રથયાત્રાને(Rathyatra 2022)પગલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ કરેલ છે.

Mehsana : અષાઢી બીજની રથયાત્રાને તૈયારીઓ પૂર્ણ, પોલીસે ગોઠવ્યો જડબેસલાક બંદોબસ્ત
Mehsana Rathyatra Police Patroling
Manish Mistri

| Edited By: Chandrakant Kanoja

Jun 30, 2022 | 8:49 PM

મહેસાણા(Mehsana)જિલ્લામાં 01 જુલાઇના રોજ રથયાત્રાને(Rathyatra 2022)પગલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ કરેલ છે.મહેસાણા,વિસનગર શહેર,વડનગર,કડી ,લાંઘણજ ખાતે રથયાત્રા કાઢવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ તકેદારીના ભાગ રૂપે મહેસાણા ટાઉન વિસ્તાર,વિસનગર શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર,વડનગર પોલીસ સ્ટેશન વિસ્તાર,કડી પોલીસ સ્ટેશન વિસ્તાર,લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીચે જણાવેલ વિસ્તારોમાં આવેલ જાહેર માર્ગ પર કોઇએ નિકળવા પર,કોઇપણ માર્ગ જાહેર રાહદારી રસ્તાઓ,રાજમાર્ગો, રીઓ,ગલીઓ,પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યા ઉપર રહેવા ઉપર અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

મહેસાણા ટાઉન વિસ્તારમાં (1) અવસર પાર્ટી પ્લોટથી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નીકળી મોઢેરા ચોકડી થઇ,(2)બી.કે ચોક (3)ભમ્મરીયા નાળા(4) કૃષ્ણના ઢાળમાં(5) ભાજપ કાર્યાલય (6) રેલ્વે સ્ટેશન (7) તોરણવાળી માતાના ચોકમાં (8) જુના ફુવારા (9)રાજમહેલ રોડ (10) નવા ફુવારા (11) જુના ગોપી નાળા (12)મગપુરા (13)રાધનપુર ચોકડી (14)રાધનપુર રોડ(15) ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થનાર છે.

રાધનપુર ચાર રસ્તાથી ગોપીનાળા તરફ આવતો ટ્રાફિક જેલ રોડ થઇ ગુરૂદ્વારા નીકળશે

તેમજ રાધનપુર ચાર રસ્તાથી ગોપીનાળા તરફ આવતો ટ્રાફિક જેલ રોડ થઇ ગુરૂદ્વારા નીકળશે,મોઢેરા ચાર રસ્તાથી ભમ્મરીયા નાળા તરફ આવતો ટ્રાફિક ડેરી રોડ થઇ રામોસણા પુલ થઇ નીકળશે ,તેમજ હૈદરી ચોકથી ફુવારા તરફ આવતો ટ્રાફિક સંપુર્ણ બંધ કરી હૈદરી ચૌકથી ઝુલેલાલ સર્કલ તથા સમર્પણ ચોક બાજુ જશે.રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેન્ડ તરફ આવતો ટ્રાફિક બંધ કરાવવા..

વિસનગર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં (1)હરીહર સેવા મંડળ વિસનગર સવાલા દરવાજાથી (2) ગંજી(3) કન્યા શાળા (4)દરબાર રોડ(5)ટાવર બજાર (6)મંડી બજાર (7)ગુલઝાર પાન હાઉસ (8) લાલ દરવાજા (9)પટ્ટણી દરવાજા (10) ઉમિયા માતા મંદિર (11) રેલ્વે સ્ટેશન રોડ (12)ત્રણ ટાવર (13) સલાટ વાડો (14)ગુંદી ખાડા (15) માયા બજાર વિસ્તાર(16)પોસ્ટ ઓફિસથી સવાજા દરવાજા પરત.

વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા આ વિસ્તારમાં ફરશે

વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં (1)શ્રી ગોપાળજી મંદિરથી (2)કનેરીના ચાચરે (3)નદી ઓળ (4)રબારી વાસ (5)ગોરવાડો (6)અરજણબારી દરવાજા (7) ઠાકોર વાસ (8)બારોટી બજાર (9)લાયબ્રેરી મોચીઓળ (10) ઘાંચી ઓળ(11)અંબાજી માતાના ચાચરે (12)ભોજક શેરી (13)અમરથોળ દરવાજા (14)પીઠોરી દરવાજા (15)ચન્નેશ્વરી માતા મંદિર (16)કાળા વાસુદેવના ચાચરે (17)પાડા પોળ (18)ગંજીશેરી (19)ઘાસકોલ દરવાજા (2)વૈધવાડો (21)મોઢવાડા ચાચરે (22)જૈન દેરાસર (23)કાપડ બજાર (24) મુખ્ય બજાર (25)ઘી કોટા વિસ્તાર (26)માતોર (26) જુના ચાચરે (27) સ્વામી નારાયણ મંદિર વિસ્તારથી પરત ગોપાળજીના મંદિરે પરત.

કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ રથયાત્રા નીકળશે

કડી પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રથમ રથ યાત્રા (1) કડી દેત્રોજ રોડ રામજી મંદિર (2)મંગલમ સોસાયટી (3)લક્ષ્મીનારાયણ મંદિર (4) જોગણી માતાનું મદિર (5)ગાંધી ચોક (6)ઠાકોર ભુવન (7) ઉમિયા માતા મંદિર (8)સરદાર સોસાયટી ભાવપુરા (9)ગણેશ ચોક (10) ઠાકો ભુવન(11)અમદાવાદી દરવાજા (12) મારૂતિ મંદિર (13)બંબાગેટ શાક માર્કેટ (1) કરણપુર થઇ રાજી મંદિર પરત

કડી પોલીસ સ્ટેશન વિસ્તાર બીજી રથયાત્રા (1)મેલડી માતાના કોટથી (2)પીરબોરીડી (3)ગંજ બજાર (4)મણીપુર શાક માર્કેટ (5)લુહારકુઇ (6)વીહીપ ઓફિસ (7)ત્રણ બત્તી થઇ ચોક મંદિર પરત

કડી પોલીસ સ્ટેશન વિસ્તાર ત્રીજી રથયાત્રા (1)જોગણી માતા મંદિર રોહિત વાસથી (2)મલ્લીવાસ કલોલ દરવાજા (3)હાઇવે કડી જીઇહી (4)મહાકાળી સોસાયટી જોગણી માતા મંદિર ખાતેથી પરત તેમજ થોળ રોડ ઉપર સિંધવાઇ માતાના મંદિરે સવારે 08 કલાથી 18 કલાક સુધી મેળો યોજાતો હોય છે.

લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રથમ રથ યાત્રા રામજી મંદિર નીકળી(2) સરદાર ચોક (3)ડેરી ચોક (4)બુટ ભવાની ચોક(5)ખારા કુવા (6)લીમડી ચોક (7)ટાવર ચોક (8)મહાકાળી મંદિર (9)અંબાજી ટાવર (1)સુભાષ ચોકથી રામજી મંજિર પરત

લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીજી રથયાત્રા ગોઝારીયા ગામે (1)રણછોડ રાયમંદિરથી (2)પરા ટાવર (3)દુધીયા કુવા (4)કૃષ્ણ ચોક બજાર(5)વાંટામાં (6)બહુચર માતા મંદિર (7)સધી માતાના મંદિરે (8)હાઇવે ચાર રસ્તા (9)એસ ટી સ્ટેન્ડ થઇ નિજ મંદિર પરત આવે છે

આ જાહેરનામું મહેસુલ, પોલીસ, હોમગાર્ડ ,સીવીલ ડીફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ,સંરક્ષણ દળ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, નગરપાલિકાની આવશ્યક સેવાઓ, સાથે સંકળાયેલા કર્મચારીઓ,ઇલેક્ટ્રોનિક મીડીયા કર્મી અને પ્રિન્ટ મિડીયા કર્મી (કાર્ડ સાથે રાખવાનું રહેશે), મહેસાણા જિલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ અધિક્ષક મહેસાણાના તરફથી ફરજના ભાગ રૂપે અનિવાર્ય સંજોગોમાં આવવા જવા માટે ખાસ પરવાનો આપવામાં આવેલ હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓ,મહેસાણા જિલ્લાના વિસનગર શહેર,વડનગર,કડી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત દર્શાવેલ વિસ્તારમાંથી બહાર આવન-જાવન કરતા મુસાફરોને રેલ્વે ટીકીટ બસ ટીકીટ તથા એર ટીકીટ રજુ કેરથી આવન-જાવન કરી શકશે.

ઇમરજન્સી સર્વિસ એમ્બ્યુલન્સ,બિમાર તથા ઇજા પામેલ વ્યક્તિઓને સારવાર અર્થે લઇ જવા લાવવા સારૂ ખાનગી વાહનો ઇમરજન્સી સંજોગોમાં આવન-જાવન કરી શકશે. વિસનગર શહેર,વ઼ડનગર કડી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત વિસ્તારમાંથી કોર્ટમાં કામ કરતા કર્મચારીઓ તથા કોર્ટમાં કામકાજ અર્થે આવતા વકીલશ્રીઓ ઓળખપત્ર રજુ કરેથી આવન-જાવન કરી શકશે. આ ઉપરોક્ત દર્શાવેલ વિસ્તારમાં આવેલ સરકારી,અર્ધ સરકારી કચેરીઓ,કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ,કર્મચારીઓ પોતાનું ઓળખપત્ર બતાવી આવન-જાવન કરી શકશે.

આ પણ વાંચો

ભગવના જગન્નાથની પરંપરાગત રથયાત્રામાં ભાગ લેવા માટે રથ,ખલાસીઓ,આયોજકો જેઓની પોલીસ અધિક્ષક મહેસાણાએ મંજુરી આપેલ હોય સહિતના આવન જાવન કરી શકશે. આ હુકમનો ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 અનુંસાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ સવારે 06 કલાકથી રાત્રે 8 વાગે  સુધી રહેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati