AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રથયાત્રામાં મગ, કાકડી અને જાંબુનો જ પ્રસાદ કેમ વહેંચવામાં આવે છે, જાણો તેનું વૈજ્ઞાનિક કારણ

દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા (Rathyatra) કાઢવામાં આવે છે. જગન્નાથ પુરી અને અમદાવાદમાં (Ahmedabad) ખૂબ જ મોટી રથાયાત્રા નીકળે છે. આ સિવાય પણ દેશભરમાં અનેક સ્થળે નાની મોટી રથયાત્રા નીકળતી હોય છે.

રથયાત્રામાં મગ, કાકડી અને જાંબુનો જ પ્રસાદ કેમ વહેંચવામાં આવે છે, જાણો તેનું વૈજ્ઞાનિક કારણ
Rathyatra Prasad
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 9:45 PM
Share

ભગવાન જગન્નાથની (Lord Jagannath) રથયાત્રામાં (Rathyatra) પ્રસાદનું ખાસ મહત્વ હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથની નગરયાત્રા એટલે કે રથયાત્રા દરમિયાન જાંબુ અને મગનો પ્રસાદ (Prasad) આપવામાં આવે છે. દર વર્ષે રથયાત્રા દરમિયાન હજારો કિલો મગ, કાકડી અને જાબુંનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ પ્રસાદનું એક આગવું મહત્વ છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને ખાસ પ્રસાદ ચઢાવવામાં આવે છે. સાથે જ ભાઇ બલરામ અને બહેનને પણ ભોગ ચઢાવવામાં આવે છે.

અષાઢી બીજના દિવસે દર વર્ષે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથાયાત્રા કાઢવામાં આવે છે. જગન્નાથ પુરી અને અમદાવાદમાં ખૂબ જ મોટી રથાયાત્રા નીકળે છે. આ સિવાય પણ દેશભરમાં અનેક સ્થળે નાની મોટી રથયાત્રા નીકળતી હોય છે. અમદાવાદમાં રથયાત્રા લગભગ છેલ્લાં 144 વર્ષથી યોજાય છે. જેમાં રથ લગભગ 14 કિમીનું અંતર કાપી શહેરવાસીઓને દર્શન આપે છે. દર વર્ષે આ રથયાત્રામાં મગ, કાકડી, કેરી અને જાંબુનો લગભગ 30 થી 40 કિલો પ્રસાદ વહેંચવામાં આવે છે.

અમદાવાદવાસીઓ જેટલી આતુરતાથી રથયાત્રાની રાહ જોતા હોય છે, એટલી જ આતુરતાથી તેના પ્રસાદની પણ રાહ જોતા હોય છે. તો એક સવાલ એ પણ છે કે, દર વર્ષે રથયાત્રા દરમિયાન મગ, જાંબુ અને કાકડીનો જ પ્રસાદ કેમ આપવામાં આવે છે. તો આ પ્રસાદના સ્વાસ્થ્ય ફાયદા છે અને સમય પ્રમાણે આ પ્રસાદ પસંદ કરવાનાં વૈજ્ઞાનિક કારણ પણ છે.

મગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

બીમાર વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત મગમાં હોય છે. મગ પ્રોટીનથી તો ભરપૂર હોય જ છે, સાથે-સાથે તેમાં વિટામિન એ, બી, ડી અને ઈ ની સાથે-સાથે ખનીજ તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત રથયાત્રામાં ફણગાવેલા મગનો પ્રસાદ આપવામાં આવે છે. ફણગાવેલ મગ ખાવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. રથયાત્રામાં ભક્તો રથ સાથે લગભગ 14 કિમીનું અંતર કાપતા હોવાથી તેમને વારંવાર ભૂખ નથી લાગતી તેમજ મગ તેમના શરીરમાં એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.

કાકડી હાઇડ્રેટ રાખવામાં કરે છે મદદ

રથયાત્રા ચોમાસાની શરૂઆતમાં નીકળે છે, આ સમયે હવામાં ભેજ વધારે હોવાના કારણે પરસેવો બહું વળે છે, જેના કારણે રથયાત્રામાં ભાગ લેનાર લોકોને અશક્તિનો અનુભવ થઈ શકે છે. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને અન્ય પોષકતત્વો હોવાના કારણે કાકડી ખાવાથી ડિહાઇડ્રેશન થવાની શક્યતા ઘટી જાય છે અને આખા દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે.

જાંબુમાં પાણીનો ભાગ વધુ

જાંબુ ચોમાસાનું ફળ ગણાય છે અને રથયાત્રા પણ ચોમાસાની શરૂઆતમાં જ યોજાય છે. જાંબુમાં 80% ભાગ પાણી હોય છે, જેથી રથયાત્રામાં લાંબા સમય સુધી ચાલતાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી રહેતી. આ ઉપરાંત જાંબુમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી ભેજવાળા ગરમ વાતાવરણમાં પણ શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

આ ઉપરાંત ચોમાસામાં વાઈરસજન્ય રોગોનું સંક્રમણ વધી જાય છે અને જાંબુના સેવનથી વાઈરસથી થતા રોગોમાં પણ શરીરને રક્ષણ મળે છે. તો પથરી અને કિડનીની સમસ્યાઓ પણ સૌથી વધારે ચોમાસામાં જ જોવા મળે છે અને આ ઋતુમાં જાંબુના સેવનથી કિડનીના દર્દીઓને ઘણો ફાયદો મળે છે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">