Mehsana : લોકપ્રશ્નોના નિરાકરણ કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ, લોકોના પ્રશ્નોનોનુ સકારાત્મક નિરાકરણ લાવવા તંત્ર કટિબદ્ધ રહ્યું હોવાનું સ્થાનિકોનું મંતવ્ય
તંત્ર દ્વારા લોકો સુધી પહોચવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્વાગત કાર્યક્ર્મનું આયોજન મહેસાણા ખાતે પણ કરવામાં આવ્યું હતું.

શહેરીજ્નોની પ્રાથમિક સુખ સુવિધા એ વહીવટી તંત્રની પ્રાથમિક ફરજ છે. જે અંતર્ગત લોકોને મુંઝવતા પ્રશ્નોનો ત્વરિત નિકલ આવે તે આવશ્યક છે. જેના કારણે લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે તંત્ર દ્વારા લોકો સુધી પહોચવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્વાગત કાર્યક્ર્મનું આયોજન મહેસાણા ખાતે પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા 20 વર્ષથી કરવામાં આવી રહ્યું છે આયોજન
જીલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં વડનગર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ખાસ કરીને નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ સમગ્ર કાર્યક્ર્મનું આયોજન છેલ્લા 20 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. પ્રશ્નોનોના સકારાત્મક નિરાકરણ લાવવા તંત્ર સતત કટિબદ્ધ રહ્યું હોવાનું સ્થાનિકોદ્વારા જણાવવામાં આવ્યું છે.
અધિકારીઓ દ્વારા સકારાત્મક સમાધાન
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વડનગર તાલુકાના કહીપુર ગામના અરજદાર ઠાકોર કોદરજી તલાજીનાં જમીન સંદર્ભે 7/12 નો ક્ષતિનો પ્રશ્ન હતો. એમના આ ક્ષતિનો પ્રશ્નન તેમણે કલેકટરણે રજૂ કરતાં અન્ય અધિકારીઓ દ્વારા સકારાત્મક સમાધાન લાવી સ્થળ પર જ ઉકેલવામાં આવ્યો હતો.
ફરિયાદ નિવારણ કાર્યક્રમનો હેતુ પારદર્શક પદ્ધતિથી નાગરિકોને સંતોષ માટેનો
ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલા સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી કાર્યક્રમ વર્ષ 2003 માં 24 એપ્રિલના રોજ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમના બીજ રોપ્યા હતા. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમનો હેતુ પારદર્શક પદ્ધતિથી નાગરિકોને સંતોષ થાય તે રીતે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે.જે કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થયા છે.
આ પણ વાંચો : યુવરાજસિંહની ધરપકડ મામલે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યુ- ‘પોલીસે પુરાવાના આધારે જ ધરપકડ કરી હશે’
આપણા ઇતિહાસમાં સદીઓથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવીને તેને વાચા આપવાનું કામ થતું રહ્યું છે. લોક લાગણીને ઓળખવી, તેને સમજવી અને તેના ગુણ દોષના આધારે તેનું નિરાકરણ લાવવું તે જ સાચું લોકશાહીનું લક્ષણ છે. જેમાં મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય અને વહીવટી વ્યવસ્થામા હકારાત્મક પરિવર્તન આવે સાથે-સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ એ મહત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…