Gujarati Video : યુવરાજસિંહની ધરપકડ મામલે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યુ- ‘પોલીસે પુરાવાના આધારે જ ધરપકડ કરી હશે’
એક કરોડની ખંડણીના આરોપમાં યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel ) નિવેદન આપ્યુ છે.
ડમીકાંડનો આરોપ લગાવનાર યુવરાજસિંહ ખુદ આરોપીના કઠેડામાં છે. એક કરોડની ખંડણીના આરોપમાં યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, પોલીસે પુરાવાના આધારે જ યુવરાજસિંહની ધરપકડ કરી હશે.
યુવરાજસિંહની ધરપકડ મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં ઋષિકેશ પટેલે દાવો કર્યો કે ડમીકાંડમાં ખોટું થવાની સંભાવનાઓના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. નામ નહીં લેવા અને કોઇને બચાવવા રૂપિયા માંગ્યા હોય તો પોલીસ ખંડણીના ગુના હેઠળ જ કાર્યવાહી કરે, સાથે જ તેઓએ સ્પષ્તા પણ કરી કે યુવરાજે કરેલા આરોપો મુદ્દે પણ તટસ્થ તપાસ કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos