AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : દૂધસાગર ડેરીનું નવું સોપાન, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત શાકભાજી અને અનાજની દેશની પ્રથમ રીટેલ શોપ શરૂ કરી

દૂધસાગર ડેરી પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ખેડૂતો પાસેથી પ્રાકૃતિક પધ્ધતિ અનુસાર ઉત્પાદિત થતી વિવિધ શાકભાજી તથા અનાજ ની સીધી ખરીદી કરી પ્રથમ તબક્કામાં ગ્રાહકો ને સીધું વેચાણ કરશે તથા આગામી સમયમાં વિવિધ સ્થળોએ સાગર ફ્રેશ ના નામથી પોતાના બીજા રીટેલ શોપ ઉભા કરી બજાર માં ઉપલબ્ધ થશે

Mehsana : દૂધસાગર ડેરીનું નવું સોપાન, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત શાકભાજી અને અનાજની દેશની પ્રથમ રીટેલ શોપ શરૂ કરી
Dudhsagar Dairy Launches First naturally grown Vegetables Grain Shop
Manish Mistri
| Edited By: | Updated on: Mar 24, 2022 | 5:12 PM
Share

મહેસાણા(Mehsana)  શહેરમાં આજથી સાગર ફ્રેશ નામથી પ્રથમ રીટેલ શોપનુ(Retail Shop)  દૂધસાગર ડેરીના(Dudhsagar Dairy)  ચેરમેન અશોકભાઇ ચૌધરી ના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું .દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને પ્રથમ સહકાર મંત્રી અમિત શાહના ખેડૂતો ની આવક ને બમણી કરવાના અભિયાન ને તથા પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવાના બૂલંદ ઇરાદાઓને સહકારી માળખામાં સમાવેશ કરવાની ઇચ્છા શક્તિ ને પ્રેરકબળ પુરું પાડતાં મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આજથી સાગર ફ્રેશ બ્રાન્ડ થી મહેસાણા માં પ્રથમ રીટેલ આઉટલેટ નો શુભારંભ કરવામાં આવ્યો છે .આ રીટેલ શોપ માં પ્રાકૃતિક ખેતી આધારિત શાકભાજી અને અનાજ ને પ્રામાણિત કરી શત્ પ્રતિશત શુદ્ધતાની ચકાસણી સાથે બજારમાં મૂકવામાં આવ્યું છે .

સાગર ફ્રેશ ના નામથી પોતાના બીજા રીટેલ શોપ ઉભા કરી બજાર માં ઉપલબ્ધ થશે

દૂધસાગર ડેરી પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ખેડૂતો પાસેથી પ્રાકૃતિક પધ્ધતિ અનુસાર ઉત્પાદિત થતી વિવિધ શાકભાજી તથા અનાજ ની સીધી ખરીદી કરી પ્રથમ તબક્કામાં ગ્રાહકો ને સીધું વેચાણ કરશે તથા આગામી સમયમાં વિવિધ સ્થળોએ સાગર ફ્રેશ ના નામથી પોતાના બીજા રીટેલ શોપ ઉભા કરી બજાર માં ઉપલબ્ધ થશે ત્યારબાદ , બીજા તબક્કામાં આ ઉત્પાદનો ને અમૂલ બ્રાન્ડ સાથે જોડી વૈશ્વિક બજાર તરફ ગતિ કરવાનો રોડ મેપ ઉભો કરવામાં આવશે.

ગ્રાહકોને 100 ટકા શુદ્ધ પ્રોડક્ટ્સ મળી રહેશે

આ પ્રસંગે સંસ્થાના ચેરમેન અશોક ચૌધરી એ જણાવ્યું કે, સાગર અને અમૂલ જેવી વૈશ્વિક બ્રાન્ડ હેઠળ ખરીદી અને વેચાણ વ્યવસ્થા ઉભી થતાં ખેડૂતો ને પૂરતાં ભાવ મળશે તથા ગ્રાહકોને 100 ટકા શુદ્ધ પ્રોડક્ટ્સ મળી રહેશે જેના પરિણામ સ્વરૂપ આ કાર્યક્ષેત્ર ને પણ દૂધ અને દૂધની વિવિધ પ્રોડક્ટ્સ ની જેમ નજીક ના ભવિષ્યમાં અમૂલ સફળતા પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી

આ પણ વાંચો : Ahmedabad: એક એવી અનોખી લાયબ્રેરી કે જેમાં સાડીઓનો સંગ્રહ છે, જાણો શું છે લાયબ્રેરીનો ઉદ્દેશ

g clip-path="url(#clip0_868_265)">