Mehsana: દૂધસાગર ડેરીની કુપોષણ નાથવા કટિબધ્ધતા, સુપોષણ અભિયાનમાં 453 બાળકોને દત્તક લીધા
દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ ઉમેર્યું હતું કે બાળક આવતી કાલનું ભવિષ્ય છે જેથી રાજ્યનું બાળક તંદુરસ્ત રહી સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બને તે દિશામાં દુધ સાગર મક્કતાપુર્વક આગળ વધી રહી છે તેમ જણાવી બાળકોમાં શારીરિક, માનસિક અને સામૂહિકતાના ગુણો વિકસે તેવું વાતાવરણ આંગણવાડીમાં ગુંજતું રહે તેવો આશય દુધસાગર ડેરીનો છે
મહેસાણા(Mehsana)જિલ્લો કુપોષણ મુક્ત બની દેશમાં આગેવાની મેળવે તે માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સાથે જિલ્લાના પદાધિકારીઓ અને નાગરિકો પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા છે. મહેસાણા જિલ્લા દૂધસાગર ડેરી(Dudhsagar Dairy)દ્વારા જિલ્લાના 453 બાળકોને દત્તક લઇ સુપોષિત રાષ્ટ્રની(Nutrition Campaign)જવાબદારીના વાહક બની અન્યોને પ્રેરણા આપી છે. દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના સહિ પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા દૂધ સાગર ડેરીએ મિશન મોડમાં કામ હાથ ધર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે ઉન્નત રાષ્ટ્રના નિર્માણ માટે સરકારના આ સામાજિક અભિયાનમાં જનસમુદાય સાથે સંસ્થાઓ જોડાય તે જરૂરી છે. દુધ સાગરડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે દુધસાગર ડેરીએ હમેશાં સામાજિક કાર્યોને પ્રાથમિકતા આપી છે.કુપોષણ અભિયાન થકી રાષ્ટ્રના ભવિષ્યની ચિંતા કરવી અને દુધસાગર ડેરીની જવાબદારી રહી છે.
ભાવિ પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવાના સામર્થ્યવાન
દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ ઉમેર્યું હતું કે બાળક આવતી કાલનું ભવિષ્ય છે જેથી રાજ્યનું બાળક તંદુરસ્ત રહી સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બને તે દિશામાં દુધ સાગર મક્કતાપુર્વક આગળ વધી રહી છે તેમ જણાવી બાળકોમાં શારીરિક, માનસિક અને સામૂહિકતાના ગુણો વિકસે તેવું વાતાવરણ આંગણવાડીમાં ગુંજતું રહે તેવો આશય દુધસાગર ડેરીનો છે . ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે સહી પોષણ-દેશ રોશન’ના સ્વપ્નને સાકાર કરવા તેમજ કુપોષણને દેશવટો આપી ભાવિ પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવાના સામર્થ્યવાન, સશકત અને સુપોષિત બનાવવા દુધસાગરના હમેશાં ભગીરથ પ્રયાસો રહેવાના છે.
ત્રણ મહિના સુધી આંગણવાડીમાં કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર તરીકે આપવાનો નિર્ણય
મહેસાણા જિલ્લા દૂધસાગર ડેરી દ્વારા મહેસાણા જિલ્લાના 453 બાળકોને સુપોષિત કરવા માટે “અમૂલ મોતી” નુ દૂધ ઉત્પાદ શરૂ કર્યું છે.45 દિવસ સુધી રેફ્રીજરેટર વિના સુરક્ષિત રાખી શકાય છે.અલ્ટ્રા હિટ ટ્રીટમેન્ટથી તૈયાર થયેલ 160 એમ..એલ દુધ આવનાર ત્રણ મહિના સુધી આંગણવાડીમાં કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર તરીકે આપવાનો નિર્ણય દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ દ્વારા કરાયો છે.
રાજ્યની અન્ય સહકારી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ
અત્રે ઉલ્લેખનીય છેકે દુધ સાગર ડેરીએ સામાજિક જવાબદારીના ભાગ રૂપે હમેશાં નાગરિકોના પડખે રહી છે. કોરોના સમયમાં પણ ઓક્સિજન પ્લાન્ટ આપેલ છે જેનાથી અનેક લોકોના જીવનનો બચાવ થયો છે. ત્યારે દુધ સાગર ડેરી દ્વારા સુપોષણ અભિયાનમાં જિલ્લાના તમામ 453 કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે કમર કસી છે જે રાજ્યની અન્ય સહકારી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો : Ahmedabad: પુષ્ટીસંપ્રદાયમાં હોળી પર્વનું વિશેષ મહત્વ, અસારવા હવેલીમાં ઉજવાય છે રાળ ઉત્સવ, જાણો શું છે રાળ ઉત્સવ?
આ પણ વાંચો : Gujarat માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, હવે ધોરણ 1 થી અંગ્રેજી વિષય ભણાવાશે