મહેસાણા : વિજાપુરમાં આયોજીત ચૌધરી સમાજના સમૂહ લગ્નમાં કંકુ પગલાની અનોખી રસમ કરાઇ

માં બાપ, ભાઈ બહેન, સહેલી, કુટુંબ પરિવાર મૂકીને સાસરે જાય છે આ ત્યાગ છે. કોઈ સાધુ સંતોનો ત્યાગ આની સામે કંઈ જ નથી. પિયરીયાના તમામ સંભારણાને દીકરી પોતાના હ્રદયમાં એક ખૂણામાં ધરબી દે છે.

મહેસાણા : વિજાપુરમાં આયોજીત ચૌધરી સમાજના સમૂહ લગ્નમાં કંકુ પગલાની અનોખી રસમ કરાઇ
Mehsana: A unique ceremony of Kanku step was performed in the mass wedding of Chaudhary Samaj organized in Vijapur.
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:01 PM

માં બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી. ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે દીકરી પરણીને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે. એ દીકરીની કાયમી યાદિગીરી માટે મહેસાણામાં (Mehsana) આયોજિત સમૂહલગ્નમાં (Mass Marriage)દીકરીઓના કંકુ પગલા લઈને તેના માતા પિતાને કાયમી સંભારણા રૂપે ભેટ આપવામાંની અનોખી પરંપરા શરૂ કરવામાં આવી હતી.

માં બાપ, ભાઈ બહેન, સહેલી, કુટુંબ પરિવાર મૂકીને સાસરે જાય છે આ ત્યાગ છે. કોઈ સાધુ સંતોનો ત્યાગ આની સામે કંઈ જ નથી. પિયરીયાના તમામ સંભારણાને દીકરી પોતાના હ્રદયમાં એક ખૂણામાં ધરબી દે છે. ત્યારે દીકરીના માતા પિતા પાસે પણ દીકરીનું સંભારણું રહે તેવા આશયથી મહેસાણાના વિજાપુર નજીક આયોજિત ચૌધરી સમાજના (Chaudhary Samaj)સમૂહ લગ્નમાં કંકુ પગલાની અનોખી રસમ કરવામાં આવી. સમૂહ લગ્નમાં લગ્ન કરનાર દીકરીઓના કંકુ પગલાની છાપ સેવનના લાકડાની ફ્રેમ પર લેવામાં આવી. સેવનના લાકડાની ફ્રેમ એટલા માટે કે, સેવનના વૃક્ષનું લાકડું માત્ર મંદિર બનાવવા વપરાય છે. આવા પવિત્ર લાકડા પર દીકરીઓના પગના કંકુ પગલા લઈને દીકરીઓના મા બાપને ભેટ આપવામાં આવ્યા. જે સમયે મા બાપ પણ લાગણીશીલ થઈ ગયા હતા.

સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા ? કન્યાની લાગણીયોનો અહિયાં કોઈ વિચાર જ નથી કરતું. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપને ઘરેથી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકીને આવી છે. માં-બાપ, ઘર બાર, પરિવાર, ગામ, આ બધું મૂકીને દીકરી સાસરે આવી છે. આ વસ્તુનો જયારે સમાજ વિચાર કરશે. ત્યારે જ તેના સંસારમાંથી સુગંધ આવશે. દીકરીનો જન્મ થયા પછી પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલમાં હંમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે. ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે. આવા બાપની લાગણી સમજીને ચૌધરી સમાજ અને વિસનગરના એક જવેલર્સ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. અને અત્યાર સુધી 96 જેટલી દીકરીઓના કંકુ પગલા સંભારણા રૂપે દીકરીઓના પિતાને ભેટ સ્વરૂપે અપાયા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની જાય છે. જયારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે. પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ શબ્દ એટલે વેદ અને કુરાન છે. બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા શું બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા… એ આવી પપ્પા… આનું નામ દીકરી… અને આવી દીકરીઓનું અત્યાર સુધી સંભારણા રૂપે લગ્ન પ્રસંગ દરમ્યાન હાથના થાપા ઘરની દીવાલ પર પાડવામાં આવતા હતા. જ્યારે કંકુ પગલાની આ પ્રથા શરૂ કરતા દીકરીઓ સહિત દીકરીઓના મા બાપ મા પણ અનોખી લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો : Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો

આ પણ વાંચો : મેટ્રોમાં સીટ મેળવવા માટે વ્યક્તિએ કર્યું એવું કામ કે આખી જગ્યા થઈ ખાલી, જુઓ રમૂજી વીડિયો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">