AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેટ્રોમાં સીટ મેળવવા માટે વ્યક્તિએ કર્યું એવું કામ કે આખી જગ્યા થઈ ખાલી, જુઓ રમૂજી વીડિયો

કેટલાક લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સીટ મેળવવા માટે આવી યુક્તિઓ અજમાવે છે. જેને જોઈને લોકો દંગ રહી જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ મેટ્રોમાં સીટ મેળવવા માટે એવું નાટક કર્યું કે તેને જલદી સીટ મળી ગઈ.

મેટ્રોમાં સીટ મેળવવા માટે વ્યક્તિએ કર્યું એવું કામ કે આખી જગ્યા થઈ ખાલી, જુઓ રમૂજી વીડિયો
viral video shows a man adopted an amazing trick to get a seat in the metro(Image-Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 4:40 PM
Share

મેટ્રોમાં (Metro) પ્રવાસ કરવો હવે સામાન્ય થઈ ગયો છે. દિલ્હી મેટ્રો (Delhi Metro), મુંબઈ જેવા શહેરોમાં લોકો પોતાનો સમય બચાવવા માટે મેટ્રોમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. દરેક લોકો આ પબ્લિક ટ્રાન્સપોર્ટના (Public Transport) ચાહક છે. આવી સ્થિતિમાં લોકોને મેટ્રોમાં સીટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. ક્યારેક કલાકો સુધી ઉભા રહીને પ્રવાસ કરવો પડે છે. જો કે, કેટલાક લોકો એવા પણ છે કે જેઓ ભારે ભીડ વચ્ચે મેટ્રોમાં બેસવા માટે તેમની સીટનો જુગાડ કરે છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ મેટ્રોમાં સીટ મેળવવા માટે એવું નાટક કર્યું કે તેને જલદી સીટ મળી ગઈ.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ મેટ્રો કોચના પોલ પાસે ઉભો છે પરંતુ અચાનક તે ઉલ્ટી જેવું કામ કરવા લાગે છે. વ્યક્તિને આવી વિચિત્ર હાલતમાં જોઈને ત્યાં બેઠેલી મહિલાઓ અને અન્ય લોકો તરત જ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા અને ત્યાંથી ભાગી ગયા. આ પછી આ વ્યક્તિ આનંદથી સીટ પર બેસી જાય છે અને મોબાઈલ ચલાવવા લાગે છે. વાસ્તવમાં ઘણા પ્રવાસીઓ પણ સીટ ખાલી કરે છે. કારણ કે તેમને લાગે છે કે સામેની વ્યક્તિની તબિયત ખરાબ છે. કેટલાક લોકો આ દિવસોમાં કોરોના રોગચાળાના ડરથી આવા લોકોથી દૂર રહેવાના પ્રયાસમાં તેમની બેઠકો ખાલી કરે છે.

અહીં જુઓ, મેટ્રોમાં સીટ મેળવવા માટે વ્યક્તિએ અપનાવી અદ્ભુત ટ્રીક

View this post on Instagram

A post shared by hepgul5 😊😊 (@hepgul5)

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘અમેઝિંગ યુક્તિ.’ થોડા કલાકો પહેલા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલો આ વીડિયો ગભરાટ પેદા કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તેને 31 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે ડઝનેક લોકોએ તેના પર કમેન્ટ કરી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ લોકોએ જલદી પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝર કહે છે કે, જ્યારે કોઈ તમને ઈરાદાપૂર્વક સીટ આપવાનો ઇનકાર કરે છે, ત્યારે આવા કુટિલ લોકો માટે આવી કોઈ યુક્તિ ચલાવવી જરૂરી બની જાય છે. અન્ય એક વપરાશકર્તા કહે છે કે, આ ભાઈ ખૂબ જ જોરદાર નીકળ્યો. મેટ્રોમાં સીટ મેળવવા માટે તેણે જે ટ્રિક અપનાવી છે તે ખરેખર આશ્ચર્યજનક છે. આ સિવાય બીજા ઘણા લોકોએ પણ આવી જ પ્રતિક્રિયા આપી છે. એકંદરે, મોટાભાગના લોકોને વ્યક્તિની આ યુક્તિ ખૂબ જ જોરદાર લાગી. લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video : નાનકડા વાઘે માતા સાથે સુંદર અંદાજમાં કર્યો થપ્પો

આ પણ વાંચો: Viral: સ્ટ્રીટ વેન્ડર્સે વડાપાવની બનાવી આઈસ્ક્રીમ, વીડિયો જોઈ લોકો ભડક્યા, કહ્યું ‘હાય લાગશે’

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">