CUET Exam: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ વર્ષમાં બે વાર લેવાશે, પીજીમાં પ્રવેશ માટે પણ CUET પરીક્ષા પણ આપવી પડશે

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંગે અપડેટ આવ્યું છે. CUET પરીક્ષા (CUET Exam) વર્ષમાં બે વાર લેવામાં આવશે. દર વર્ષે CUET પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ બદલવામાં આવશે.

CUET Exam: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ વર્ષમાં બે વાર લેવાશે, પીજીમાં પ્રવેશ માટે પણ CUET પરીક્ષા પણ આપવી પડશે
Common University Entrance Exam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 2:26 PM

Common University Entrance 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંગે અપડેટ આવ્યું છે. CUET પરીક્ષા (CUET Exam) વર્ષમાં બે વાર લેવામાં આવશે. દર વર્ષે CUET પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ બદલવામાં આવશે. રિપોર્ટ અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવતા વર્ષથી CUETમાં પણ PG કોર્સમાં એડમિશન લેવાશે. જો કે આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં તેના પર સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આનાથી ઉમેદવારો સંતુષ્ટ ન હોય તો તેમના સ્કોરને સુધારવાની બીજી તક આપશે. નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન (NEP 2020) મુજબ, યુનિવર્સિટી એડમિશન ટેસ્ટ બે વાર લેવામાં આવશે. આ અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. CUET 2022 પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ NTA દ્વારા લંબાવવામાં આવી છે.

સૌથી વધુ અરજીઓ યુપીમાંથી મળી છે

CUET 2022 માટે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. આમાંના મોટાભાગના અરજદારો ઉત્તર પ્રદેશના છે, ત્યારબાદ દિલ્હી અને બિહારનો નંબર આવે છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી 36,611, દિલ્હીમાંથી 23,418 અને બિહારમાંથી 12,275 અરજીઓ મળી હતી. તમિલનાડુમાં 2,143, કેરળમાં 3,987, તેલંગાણામાં 1,807, આંધ્રપ્રદેશમાં 1,022 અને કર્ણાટકમાં 901 અરજીઓ છે. યુજી એડમિશન માટેની CUET (CUET 2022 Date) પરીક્ષા મેના છેલ્લા સપ્તાહ અને જુલાઇના પ્રથમ કે બીજા સપ્તાહ પછી જૂનના પ્રથમ સપ્તાહની વચ્ચે યોજાય તેવી અપેક્ષા છે.

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે

NTA (National Testing Agency)એ ધોરણ 12 પછી કોલેજોમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. યુજીસીએ તમામ સેન્ટ્રલ યુનિવર્સિટીઓ માટે CUET પરીક્ષા ફરજિયાત બનાવી છે. હવે 12મી પછી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા જ થશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 12મા અભ્યાસક્રમના આધારે લેવામાં આવશે. CUET પરીક્ષા NTA દ્વારા 13 ભાષાઓમાં લેવામાં આવશે. સામાન્ય પરીક્ષા માટે અરજી કરવા માટે, વ્યક્તિએ અરજી ફોર્મ પર NTAની સત્તાવાર સાઇટની મુલાકાત લેવાની રહેશે. અરજી ઓનલાઈન ભરવાની રહેશે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

આ પણ વાંચો: CSEET 2022: ધોરણ 12 પછી કંપની સેક્રેટરી બની શકો છો, આપવી પડશે આ પ્રવેશ પરીક્ષા, ICSIએ બહાર પાડ્યું ફોર્મ, 9 જુલાઈએ યોજાશે પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">