Mahisagar: સિંચાઇ માટેની કેનાલમાં ગેરકાયદે દબાણો ઉભા કરાયા, ખેડૂતો સિંચાઇના પાણીથી વંચિત

મહીસાગર (Mahisagar) જિલ્લામાં ખેડૂતો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં કેનાલ ખુલ્લી કરવામાં નથી આવી રહી આ બાબતે જ્યારે કેનાલના જવાબદાર અધિકારીને પૂછતાં અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Mahisagar: સિંચાઇ માટેની કેનાલમાં ગેરકાયદે દબાણો ઉભા કરાયા, ખેડૂતો સિંચાઇના પાણીથી વંચિત
Mahisagar Canal illegal Construction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 11:52 PM

મહીસાગર(Mahisagar)જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ(Kadana Dam)આવેલ છે. તેમ છતાં કડાણા ડેમ મારફતે નવ જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી(Irrigation Water)મળી રહે તે માટે સિંચાઈ વ્યવસ્થા હોવા છતાં કેમ જિલ્લાના લુણાવાડા તાલુકાના ક્રારવા માઇનોર અને કોલીયા માઇનોર કેનાલના(Canal)ખેડૂત લાભાર્થીઓને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. જેની પાછળ સિંચાઇના કેનાલમાં ગેરકાયદે દબાણો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મહીસાગર જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ છે અને આ કડાણા ડેમમાંથી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ મહીસાગર જિલ્લા લુણાવાડાના સોનેલા પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા નહેરની માઈનોર કેનાલના સિંચાઈનું પાણી મળતું હોય તેવા ખેડૂત લાભાર્થીઓનું દુર્ભાગ્ય છે કે સિંચાઈની સુવિધાઓ હોવા છતાં સિંચાઈનું પાણી નથી મળી રહ્યું છે.

જેનું કારણ છે સરકારી અધિકારીઓ અને બિલ્ડરોની મિલિભગતના કારણે કેનાલની સંપાદિત જમીન તેમજ કેનાલ પુરી પ્રથમ રેસિડેન્સીમાં જવાના પાકા રસ્તાઓ તેમજ દુકાનો બનાવી દબાણ કરી કેનાલ પુરી દેવામાં આવી છે. આ અંગે ખેડૂતો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં ખેડૂતોને પાણી મળતું નથી અને સિંચાઈ સુવિધાઓ હોવા છતાં ખેડૂતોને રાતા પાણી એ રડવાનો વારો આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂત સધ્ધર બને તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારી અધિકારીઓની મિલી ભગતના કારણે ખેડૂતોની હાલત સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં નહિ મળતા કફોડી હાલત થઈ રહી છે જેથી ખેડૂત ચિંતિત છે.

ખેડૂતો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં કેનાલ ખુલ્લી કરવામાં નથી આવી રહી આ બાબતે જ્યારે કેનાલના જવાબદાર અધિકારીને પૂછતાં અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

વિશ્વની 10 સૌથી મોટી સિમેન્ટ કંપની, જાણો UltraTech નો કયો નંબર છે?
અંકિતા-વિકીએ સેલિબ્રેટ કરી ત્રીજી વેડિંગ એનિવર્સરી, જુઓ ફોટો
એક મહિનો રોજ અખરોટ ખાવાથી જાણો શું થાય છે? દેખાશે આ બદલાવ
આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
Protein : નોનવેજ નથી ખાતા?! તો આ 5 વેજિટેરિયન ચીજોથી વધારો શરીરમાં પ્રોટીન
આજનું રાશિફળ તારીખ : 15-12-2024

તેમજ કેનાલ પર થયેલ દબાણ દૂર કરી ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું હતું કડાણા ડાબા કાંઠા કેનાલના અધિકારી પોતાની ટિમ સાથે જે સ્થળે કેનાલ પર દબાણ કરી કેનાલ પુરી દેવામાં આવી છે તેની મુલાકાત લીધી હતી અને કાર્યવાહી કરી નોટિસ આપીશું અને ગેરકાયદે દબાણ હટાવી કેનાલ ખુલ્લી કરવા જણાવ્યું

g clip-path="url(#clip0_868_265)">