Gujarat News Fatafat : રાજ્યમાં કોરોનાના 695 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા

Bipin Prajapati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:07 PM

Gujarat News Fatafat : આજે આજરોજ 8 જૂન 2021ને મંગળવારના રોજ ગુજરાતભરના તમામ સમાચાર સંક્ષિપ્ત ( Daily News Brief ) રૂપે જાણો.

Gujarat News Fatafat : રાજ્યમાં કોરોનાના 695 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા
ગુજરાતભરના આજના સંક્ષિપ્ત સમાચાર

Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 8 જૂન 2021ને મંગળવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અંહીયા જાણી શકશો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jun 2021 08:25 PM (IST)

    Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 695 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા

    રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 8 જૂનના રોજ કોરોનાના 695 નવા કેસ નોંધાયા છે. આ સાથે 2122 દર્દીઓ સાજા થયા છે. આ રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે 2,58,797 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 695 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા

  • 08 Jun 2021 07:48 PM (IST)

    Gandhinagar : ગુજરાત સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

    મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

  • 08 Jun 2021 06:41 PM (IST)

    Gujarat : વાવાઝોડાની તારાજીથી પૂર્વવત થવા કેન્દ્ર સરકાર સમક્ષ રૂ. 9836 કરોડની સહાયની જરૂરિયાત, રાજય સરકારે તૈયાર કર્યું મેમોરેન્ડમ

    તાજેતરમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઉદભવેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધાના કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે.

    Gujarat : વાવાઝોડાની તારાજીથી પૂર્વવત થવા કેન્દ્ર સરકાર સમક્ષ રૂ. 9836 કરોડની સહાયની જરૂરિયાત, રાજય સરકારે તૈયાર કર્યું મેમોરેન્ડમ

  • 08 Jun 2021 05:38 PM (IST)

    DIU : દીવ બંદર જેટી પર રેલવે બુકિંગ ઓફિસમાં દુર્ઘટના

    દીવમાં બંદર જેટી પર સ્થિત રેલવે બુકિંગની ઓફિસની છતનો પોપડો રાત્રીના પડતાં મોટી જાન હાની ટળી.દીવ માં આજે સવાર થી જ ચોમાસા નું આગમન ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે દીવ માં બંદર જેટી પર સ્થિત રેલવે બુકિંગ ની ઓફિસ ની અંદર છતનો સ્લેબ અચાનક ધરાશાઈ થયો હતો

  • 08 Jun 2021 04:49 PM (IST)

    અમદાવાદ સરખેજ ફતેવાડીમાં તંત્રનું ડિમોલીશન, સાફાન પાર્કમાં મોટા પાયે ગેર કાયદેસર દબાણ હટાવતું તંત્ર

    અમદાવાદ સરખેજ ફતેવાડીમાં તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાફાન પાર્કમાં મોટા પાયે ગેર કાયદેસર દબાણ હટાવવાની એએમસીની અલગ અલગ 4 ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી.

  • 08 Jun 2021 02:53 PM (IST)

    Rajkot : કુરીયર કંપનીની 21 લાખની લૂંટ કેસમાં 3 આરોપી ઝડપાયા, 10 લૂંટનો ભેદ ઉકેલાયો

    રાજકોટના બાલાજી કુરીયરમાં થયેલી 21 લાખની લૂંટ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.  રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ બાલાજી કુરીયર કંપનીમાં કેટલાક લુટારાઓએ આવીને, કુરીયર કંપનીના તમામને બંધક બનાવીને 21 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. રાજકોટ પોલીસે, લૂટારાઓને ઝડપીને તેમની પાસેથી રૂપિયા 17.94 લાખ મળી આવતા જપ્ત કર્યા છે. સાથોસાથ લૂટમાં વપરાયેલ છરી સહીતના હથીયારો જપ્ત કર્યા છે. પોલીસની પુછપરછમાં આરોપીએ આચરેલી 10 લૂંટનો પણ ભેદ ખૂલ્યો છે.

  • 08 Jun 2021 02:40 PM (IST)

    સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં 11-12 જૂને વરસાદની આગાહી

    દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી 11 અને 12 જૂનના રોજ, વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી બે દિવસમાં નૈઋત્યનું ચોમાસુ સમગ્ર મહારાષ્ટ્રમા બેસી જવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના  સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

  • 08 Jun 2021 02:35 PM (IST)

    Gandhinagar : પડતર પ્રશ્નો અંગે મંત્રણા છતા કોઈ હકારાત્મક કાર્યવાહી ના થતા, 14મી જૂનથી નર્સિગ સ્ટાફ હડતાળ પાડશે

    ગુજરાતમાં આગામી 14મી જૂનથી નર્સિગ સ્ટાફ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પાડવાનું એલાન કર્યુ છે. નર્સિગ સ્ટાફ દ્વારા રાજ્ય સરકાર અને  અન્ય સંબધિત વિભાગોને હડતાળ બાબતે લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને નર્સિગ સ્ટાફ વચ્ચે અગાઉ, વિવિધ માંગ અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંત્રણા થઈ હતી. પરંતુ તે મંત્રણા મુજબ કોઈ જ હકારાત્મક કાર્યવાહી ના થતા, હડતાળ પર જવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાયુ છે.

  • 08 Jun 2021 02:28 PM (IST)

    શાળા સંચાલક મંડળે શિક્ષણ બોર્ડને લખ્યો પત્ર, ગુજસેટ-નીટનુ વેઈટેજ 70 ટકા જ્યારે બોર્ડના માર્કસનું વેઈટેજ 30 ટકા કરવા રજુઆત

    ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે, ધોરણ 12નુ પરીણામ તૈયાર કરવા અંગે, ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડને ( Gujarat State Board of Higher Secondary Education ) પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, ધોરણ 12નુ પરીણામ તૈયાર કરવામાં, ધોરણ 10 અને 11ના માર્કસને ધ્યાને લેવા ના જોઈએ.

    સાથોસાથ  ગુજસેટ ( Gujset ) અને નીટ ( NEET )નું વેઇટેજ 60 ટકાથી વધારી 70 ટકા કરવા  તેમજ બોર્ડના માર્કસનું વેઈટેજ 40થી ઘટાડીને 30 કરવા રજૂઆત કરી છે. શાળા સંચાલક મંડળે લખેલા પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ધોરણ 12ના પરીણામમાં ધોરણ 11ના પરીણામને પણ ધ્યાને ના લેવુ જોઈએ કારણે કે આ વર્ષે ધોરણ 11માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આથી ધોરણ 12નુ પરીણામ તૈયાર કરતા સમયે, ઓનલાઇન-ઓફલાઇન એકમ કસોટીઓ અને શાળાકીય પરિક્ષાઓને જ ધ્યાનમાં લેવાવી જોઈએ.

  • 08 Jun 2021 12:39 PM (IST)

    Mahesana : મહિલા પોલીસ કર્મીને, કોર્ટના બેલિફ પતિએ આપ્યા ત્રિપલ તલ્લાક 

    ગુજરાતમાં ત્રિપલ તલ્લાકનો કેસ સામે આવ્યો છે. આ કેસ એવા પરિવારનો છે કે પતિ અને પત્નિ બન્ને સરકારી નોકરી કરે છે.  મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીને, તેના પતિએ ત્રિપલ તલ્લાક આપી દિધા છે. મહિલા પોલીસ કર્મીએ, તેના પતિ વિરુધ્ધ કરેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેનો પતિ ભાભર કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવે છે.  4 વર્ષના લગ્ન જીવન  દરમિયાન તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. પતિને અન્ય મહિલા સાથે સંબધ છે. જે અંગે વિરોધ કરતા પતિએ, જાહેરમાં ત્રિપલ તલ્લાક આપી દીધા.

  • 08 Jun 2021 07:37 AM (IST)

    Surendranagar : ધ્રાગધ્રા માલવણ હાઈવે ઉપર અકસ્માતમાં બેના મોત

    સુરેન્દ્રનગર ધ્રાગધ્રા માલવણ હાઈવે ઉપર ગત મોડી રાત્રે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજયા છે.  ધ્રાગધ્રા માલવણ હાઈવે ઉપર રાજગઢ પાસેની એક હોટલ પાસે બંધ પડેલ ટ્રક પાછળ બાઈક અથડાયુ હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે. જેમાં વિરમગામ તાલુકા સેવા સદનના એક કર્મચારી સહીત બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોચી છે.

Published On - Jun 08,2021 11:05 PM

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">