AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના કાળમાં ઘરે કેવી રીતે કરશો શ્રાદ્ધ ? જાણો પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ પક્ષની મહત્વની તિથિઓ અને તર્પણ વિધિ

ધર્મગ્રથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તીર્થ સ્થળોએ જઈને શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં લોકો પોતાના મૃત સ્વજનોની પિતૃ તર્પણ વિધિ કરવા તીર્થ સ્થાને જઈ શકવાના નથી. પણ ઘરે જ આ રીતે શ્રાદ્ધ કરવાથી અને દાન કરવાથી પણ પિતૃઓની આત્માને શાંતિ મળશે. આ વર્ષે 16 દિવસનો પૂર્ણ શ્રાદ્ધ […]

કોરોના કાળમાં ઘરે કેવી રીતે કરશો શ્રાદ્ધ ? જાણો પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ પક્ષની મહત્વની તિથિઓ અને તર્પણ વિધિ
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:04 PM
Share

ધર્મગ્રથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તીર્થ સ્થળોએ જઈને શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં લોકો પોતાના મૃત સ્વજનોની પિતૃ તર્પણ વિધિ કરવા તીર્થ સ્થાને જઈ શકવાના નથી. પણ ઘરે જ આ રીતે શ્રાદ્ધ કરવાથી અને દાન કરવાથી પણ પિતૃઓની આત્માને શાંતિ મળશે.

આ વર્ષે 16 દિવસનો પૂર્ણ શ્રાદ્ધ પક્ષ રહેશે. શાસ્ત્રો મુજબ આ સમયમાં કરવામાં આવેલ દાન પુણ્ય કર્મથી ઘરમાં શાંતિ, સુખ-સમૃદ્ધી જળવાઈ રહે છે. પિતૃઓને યાદ કરવાનો આ પક્ષ 17 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરે શુભ કાર્ય કરવામાં આવે છે. પિતૃપક્ષમાં કોઇ પવિત્ર નદીમાં કાળા તલ પ્રવાહિત કરીને તર્પણ કરવાની પરંપરા છે. પરંતુ, આ વર્ષે કોરોનાના કારણે કોઇ નદીમાં તર્પણ કરી શકો નહીં તો કોઇ મંદિરમાં અથવા કોઇ જરૂરિયાતમંદ લોકોને કાળા તલનું દાન કરવાથી પણ પુણ્ય ફળ મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શ્રાદ્ધના દિવસે સાંજના સમયે પીપળાના મૂળને પાણી ચડાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ દિવસે મજૂરોને વસ્ત્રોનું દાન પણ કરવામાં આવે છે. આ દિવસે ખીર પુરીનું ભોજન બ્રાહ્મણ, ગાય, કાગડા અને કુતરાઓને ખવડાવવાથી પિતૃઓને સંતોષ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘરે કેવી રીતે કરશો શ્રાદ્ધ ?

સૂર્યોદય પહેલા સ્નાન કરી લો. બપોરે 12 વાગ્યે શ્રાદ્ધ કરી શકાય છે. દક્ષિણ દિશામાં મોઢું રાખીને ડાબા પગને વાળીને ડાબા ઘૂંટણ પર બેસી જાઓ. તાંબાના વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને સૂકા ઘાસ રાખો. એ જળને હાથમાં લઇ અંગુઠાથી તે જ વાસણમાં 11 વાર અર્પણ કરી પિતૃઓનું ધ્યાન ધરો. પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો.

શ્રાદ્ધ પક્ષની મહત્વની તિથિઓ 2020

– 2 સપ્ટેમ્બર બુધવારે એકમનું શ્રાધ્ધ – 3 સપ્ટેમ્બર ગુરુવારે બીજનું શ્રાદ્ધ – 5 સપ્ટેમ્બર શનિવારે ત્રીજનું શ્રાદ્ધ – 6 સપ્ટેમ્બર રવિવારે ચોથનું શ્રાદ્ધ – 7 સપ્ટેમ્બર સોમવારે પાંચમનું શ્રાદ્ધ – 8 સપ્ટેમ્બર મંગળવારે છઠનું શ્રાદ્ધ – 9 સપ્ટેમ્બર બુધવારે સપ્તમીનું શ્રાદ્ધ – 10 સપ્ટેમ્બર ગુરુવારે આઠમનું શ્રાદ્ધ – 11 સપ્ટેમ્બર શુક્રવારે નવમીનું શ્રાદ્ધ (આ દિવસ પરિવારની મૃત્યુ પામેલી મહિલાઓના નામથી શ્રાદ્ધ કરવામાં આવે છે.) – 12 સપ્ટેમ્બર શનિવારે દશમનું શ્રાદ્ધ – 13 સપ્ટેમ્બર રવિવારે એકાદશીનું શ્રાદ્ધ (ઇંદિરા એકાદશી, આ દિવસે એકાદશીનું વ્રત કરીને પૂર્વજોને વ્રતનું પુણ્ય અર્પણ કરવાથી પિતૃઓને યમલોકમાંથી મુક્તિ મળે છે.) – 14 સપ્ટેમ્બર સોમવારે બારસ તિથિનું શ્રાદ્ધ (આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે) – 15 સપ્ટેમ્બર મંગળવારે તેરસ તિથિનું શ્રાદ્ધ – 16 સપ્ટેમ્બર બુધવારે ચતુર્દશીનું શ્રાદ્ધ (આ દિવસે અકસ્માત, ઝેર, શસ્ત્રો અને કોઈપણ પ્રકારના અકુદરતી મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરવાનું વિધાન છે.) – 17 સપ્ટેમ્બર ગુરુવારે અમાવસ્યાનું શ્રાદ્ધ છે (આ દિવસને સર્વપિતૃ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ દિવસે અમાસની તિથિના દિવસે મૃત્યુ પામેલા લોકો ઉપરાંત, જેમની મૃત્યુની તિથિ નથી ખબર તેવા પિતૃઓ, જેમનું શ્રાદ્ધ કોઈ કારણસર શ્રાદ્ધ પક્ષમાં નથી કરવામાં આવ્યું. તેમનું શ્રાદ્ધ કર્મ પણ કરી શકાય છે.)

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચતુર્દશી એટલેકે ચૌદશની તિથિના રોજ એવા લોકોનું જ શ્રાદ્ધ કરવું જેઓ અકુદરતી મૃત્યુ પામ્યા છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">