AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : અંધઆશ્રમ આવાસ કોલોની વિસ્તારમાંથી LCBની ટીમે કુટણખાનું ઝડપી પાડ્યું

જામનગરમાં અંધાશ્રમ આવાસ કોલોની માં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાક મકાનમાં દેહ વિક્રીયનો વેપાર કરવા માટે કુટણખાનું ચલાવાતું હોવાની ઘટના સામે આવી છે. ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ બાતમીના આધારે અંધાશ્રમમાં દરોડો પાડ્યો હતો.

Jamnagar : અંધઆશ્રમ આવાસ કોલોની વિસ્તારમાંથી LCBની ટીમે કુટણખાનું ઝડપી પાડ્યું
Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 09, 2023 | 9:58 AM
Share

જામનગરમાં   ( Jamnagar )અંધાશ્રમ આવાસ કોલોની માં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાક મકાનમાં દેહ વિક્રીયનો વેપાર કરવા માટે કુટણખાનું ચલાવાતું હોવાની ઘટના સામે આવી છે. ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ બાતમીના આધારે અંધાશ્રમમાં દરોડો પાડ્યો હતો. જે કુટણખાનામાંથી બે પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે પશ્ચિમ બંગાળથી બોલાવાયેલી બે યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસે કુટણખાનું ચલાવનાર મહિલા અને બે પુરુષ ગ્રાહકોની અટકાયત કરી છે. કુટણખાનામાંથી રોકડ રકમ કબજે કરી છે.

આ પણ વાંચો : Jamnagar : મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં નિયમિત વેરાની વસુલાતની જેમ નિયમિત સફાઈ કરાવવા માગ

આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં અંધાશ્રમમાં આવાસ કોલોની ના બ્લોક નંબર 33-1 માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ ઉર્ફે દલુ માવજીભાઈ વાળા નામની મહિલા કે જે સિલાઈ કામનો વ્યવસાય કરે છે, પરંતુ તેની આડ માં કુટણખાનું ચલાવી રહી છે અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે બહારના રાજ્યમાંથી યુવતીઓને બોલાવી પોતાના રહેણાંક મકાનમાં દેહવિક્રિયનો વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટીમે ગઈ રાત્રે દરોડો પાડયો હતો.

પોલીસે 2 મોબાઈલ સહિત રોકડ રકમ કરી જપ્ત

જે દરોડા દરમિયાન ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી બે પુરુષ ગ્રાહકો મળી આવ્યા હતા. જેના માટે બે યુવતીઓને હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન પશ્ચિમ બંગાળના કલકત્તામાંથી બે યુવતીઓને બોલાવવામાં આવી હતી. જેમાં એક યુવતી એક સપ્તાહ પહેલા આવી હતી, જ્યારે બીજી યુવતી થોડા દિવસ પહેલા જ આવી હતી.

એલસીબી ની ટીમે ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી નીતાબેન ઉપરાંત બે પુરુષ ગ્રાહકો જેમાં જામનગરમાં સિલ્વર સોસાયટી ટીટોડી વાળી વિસ્તારમાં રહેતા સલીમ ઈકબાલભાઈ પિંજારા ઉંમર વર્ષ 24, તેમજ મૂળ અર્નાકુલમના વતની અને હાલ જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા નિખીલ જયધવન નામના 21 વર્ષના શખ્સ ની અટકાયત કરી લીધી હતી.

એલસીબીની ટીમે કુટણખાનામાંથી દેહવ્યાપારનો ધંધો કરાવી તેમાંથી એકત્ર કરાયેલી રૂપિયા 1700 ની રોકડ રકમ બે નંગ મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ કબજે કરી હતી. જ્યારે બે પરપ્રાંતીય યુવતીઓ કે તેઓના નિવેદન નોંધી તેઓને સાક્ષી બનાવાઈ છે. અને આ મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 370-3 તથા ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સન રક્ત 1956 ના કાયદાની કલમ3-1,4-1,5-1બી,6-2 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">