Jamnagar: નોકરી ધંધો નહીં હોવાથી વાહન ચોરીને પોતાનો વ્યવસાય બનાવી 10 વાહનોની કરી ચોરી, પોલીસે રંગે હાથ ઝડપ્યો
કામ-ધંધો કે નોકરી નહીં હોવાથી છેલ્લા 3 વર્ષમાં ચોરે વાહન ચોરીને પોતાનો વ્યવસાય બનાવ્યો હતો. અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી 10 વાહનોની ચોરી કરવામાં સફળ થયો હતો.
જામનગર શહેરમાં છેલ્લા 3 વર્ષથી મોટરસાઈકલની ચોરી કરનાર યુવાનને પોલીસે પકડી પાડ્યો છે. શહેરના દિગ્જામ સર્કલ નજીકથી ચોરીની મોટરસાઈકલ લઈને નીકળતા પોલીસે આરોપીને અટકાવી પુછપરછ કરતા તે ચલાવી રહેલું વાહન ચોરીનુ હોવાનુ સામે આવ્યુ હતું. વધુ તપાસમાં આરોપીએ કબુલ્યુ કે 10 મોટરસાઈકલની ચોરી છેલ્લા ત્રણ વર્ષમાં તેણે કરી છે. પોલીસે 2.50 લાખની કિમતના 10 વાહનો સહીતનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસે હાથ ધરેલા ટુ વ્હીલર ચેકીંગ ડ્રાઈવમાં આરોપી ઝડપાયો
જામનગર શહેરના જાહેર માર્ગ પરથી વાહન ચોરીના બનાવો વધ્યા છે. જેને લઈને પોલીસે ટુ વ્હીલરનુ ચેકીંગ હાથ ધાર્યું હતું. શહેરના સીટી સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દિગ્જામ સર્કલ ખાતે એક યુવાનને ટુવ્હીલર સાથે રોકતા 10 વાહનની ચોરી પકડાઈ. પોલીસે 31 વર્ષીય યુવાન રવિભારથી ભગવાનજી ગોસ્વામીની અટકાયત કરી છે. આરોપી પાસે રહેલા મોટરસાઈકલના કાગળ માંગતા કોઈ જવાબ નહી આપ્યો હતો. પોલીસ દ્વારા આ બાબતે ચકાસણી કરતા ચોરી થયેલ વાહન હોવાનુ સામે આવ્યુ હતું.
રહેણાક વિસ્તારોની આસપાસના વિસ્તારમાં કરતો હતો ચોરી
શહેરના અલગ-અલગ વિસ્તાર માંથી વાહનો ચોરી કરનાર કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું હતું. જે આસપાસના વિસ્તારમાંથી મોટરસાઈકલ કે સ્કૂટરમાં ચાવી વાહનમાં ભુલી ગયા હોય, કે લાંબા સમય માટે પાર્કીંગમાં રહેલા વાહનને લઈને ફરાર થઈ જતો. આ ઈસમ વાહન ચોરીને વેચાણ કરીને રોકડી કમાણી કરીને જલસા કરતો.
આ પણ વાંચો : રાજકોટ જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4 ના મોત
કામ-ધંધો કે નોકરી નહીં હોવાથી છેલ્લા 3 વર્ષમાં ચોરે વાહન ચોરીને પોતાનો વ્યવસાય બનાવ્યો હતો. અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી 10 વાહનોની ચોરી કરવામાં સફળ થયો હતો. પરંતુ ચોરી કરેલા વાહન સાથે નીકળતા પોલીસના હાથે લાગ્યો. પોલીસે તમામ વાહનો રીકવર કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે તેણે કુલ 10 વાહન ચોરી કરી છે.
- એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી 16 દિવસ પહેલા
- જય સોસાયટી પાસેથી બે મહિના પહેલા
- જય સોસાયટી પાસેથી 3 માસ પહેલા
- શકિત સોસાયટી પાસેથી 5 માસ પહેલા
- શકિત સોસાયટી પાસેથી 6 માસ પહેલા
- કામદાર કોલોની પાસેથી 6 માસ પહેલા
- રણજીતનગર જુના હુડકામાંથી 4 માસ પહેલા
- શકિત સોસાયટી પાસેથી 9 માસ પહેલા
- પંજાબ બેન્ક પાસે સુતરીયા ફળી પાસેથી ત્રણ વર્ષ પહેલા
- મોહનનગર આવાસ પાસેથી 7 માસ પહેલા
અલગ-અલગ સમયે વિવિધ સોસાયટીમાંથી ત્રણ વર્ષમાં કુલ 10 ચોરી કરીને વેચીને કમાણી કરી હતી. એક બાઈક સાથે પોલીસને હાથે લાગતા કાર્યવાહી કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…