AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં નિયમિત વેરાની વસુલાતની જેમ નિયમિત સફાઈ કરાવવા માગ

મહાનગર પાલિકા દ્રારા કેટલાક વિસ્તારોમાં સફાઈ કામદારો મુકવામાં આવ્યા નથી. જો કે વર્ષોથી આવા વિસ્તાર અને સોસાયટી પાસે ટેક્ષ વસુલવામાં આવે છે. પરંતુ અહી સફાઈ કરવામાં આવતી નહીં હોવાની લોકોની રાવ

Jamnagar : મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં નિયમિત વેરાની વસુલાતની જેમ નિયમિત સફાઈ કરાવવા માગ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 19, 2023 | 12:35 PM
Share

જામનગર શહેરના નવા ભળેલા વિસ્તારમાં સફાઈ થતી નહીં હોવાનું ફરિયાદો વારંવાર ઉઠતી આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, મહાનગર પાલિકા દ્રારા વર્ષોથી ટેક્ષ વસુલવામાં આવે છે. પરંતુ પાયાની સુવિધા આપવામાં નથી આવતી. અનેક સોસાયટીમાં સફાઈ કામદારો મુકવામાં આવ્યા નહીં હોવાની પણ ફરિયાદો ઉઠી છે. નવી સોસાયટી કે વિસ્તારમાં નિયમિત સફાઈ કરાવવામાં આવે તેવી વિપક્ષના સભ્યની માંગ છે. બીજી તરફ શાસકો સબ સલામતનો દાવો કરી રહ્યા છે.

ટેક્ષ વસુલવામાં આવે છે, પરંતુ સફાઈ નહિ થતી હોવાના આક્ષેપ

મહાનગર પાલિકા દ્રારા નવા ભળેલા વિસ્તારમાં ટેક્ષ વસુલવામાં આવે છે. પરંતુ આવા વિસ્તારોને પાયાની સવલતો આપવામાં મહાનગરપાલિકા નિષ્ક્રિય હોવાની ફરીયાદ સ્થાનિકો કરી રહ્યા છે. શહેરમાં અનેક સોસાયટી આવેલી છે. જેમાં મહાનગર પાલિકા દ્રારા સફાઈ કામદારો મુકવામાં આવ્યા નથી. જો કે વર્ષોથી આવા વિસ્તાર અને સોસાયટી પાસે ટેક્ષ વસુલવામાં આવે છે. પરંતુ અહી સફાઈ કરવામાં આવતી નથી.

સફાઈ નહીં તો વેરો માફ કરવા કરી માંગ

સ્થાનિકોએ આ મુદે અનેક રજુઆતો તંત્રને કરી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સફાઈ કામદારો નવા વિસ્તારોમાં મુકવામાં આવતા નથી. જેથી આ વિસ્તારમાં સફાઈ થતી નથી. શહેરમાં આવેલી ગોલ્ડન સીટી સોસાયટીમાં આશરે 1200 થી વધુ લોકો વસવાટ કરે છે. 400 જેટલા મકાનો આ વિસ્તારોમાં આવેલા છે. જેની પાસેથી છેલ્લા સાત વર્ષથી સફાઈ વેરા, મિલકત વેરા સહીતના વેરાની વસુલાત થાય છે. પરંતુ સફાઈ કામગીરી થતી નથી. સોસાયટીના રહીસો પોતાના ખર્ચે સફાઈ સોસાયટીમાં કરાવે છે. સ્થાનિકોની માંગ છે કે સફાઈ કામદાર સોસાયટીમાં પાલિકા દ્રારા સફાઈ નહીં મુકી શકાય તો સફાઈ વેરો પણ માફ કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

શહેરને સ્વચ્છ રાખવા વિપક્ષના પૂર્વ નેતાની માંગ

શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સફાઈ માટે વધુ કામદારોની જરૂરીયાત રહે છે. જે મહાનગર પાલિકા દ્રારા ભરતી કરવામાં આવતા નથી. જુના મહેકમ મુજબ પણ કામદારની ઘટ હોય તો નવી સોસાયટી અને વિસ્તારોમાં વધુ સફાઈ કામદારો રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. જે માટે ભરતી કરીને જેમની પાસેથી વેરાની વસુલાત નિયમિત થાય તેમને સફાઈની સવલત આપીને શહેરને સ્વચ્છ રાખવા વિપક્ષના પુર્વ નેતા આનંદ રાઠોડએ માંગણી કરી છે.

આ પણ વાંચો : કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનની મહિલાએ દત્તક લીધું

જો કે સફાઈ કામદારોની સંખ્યા પુરતી હોવાની અને તમામ સોસાયટીમાં સફાઈ નિયમિત થતી હોવાનુ શાસકો જણાવે છે. તેમણે કહ્યું શહેરની આશરે 90 જેટલી સોસાયટીઓમા નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ મામલે યોગ્ય કામગીરી થતી હોવાના રાગ મેયર દ્વારા આલાપવામાં આવી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">