Kutch Election Constituency Result 2024 : લોકસભાની કચ્છ બેઠક પર ફરીવાર કમળ ખીલ્યું, વિનોદ ચાવડાની 2.40 લાખની સરસાઈથી જીત
Gujarat Lok Sabha Election Result 2024 : ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. દેશમાં આજે એટલે કે 04 જુન 2024ના રોજ લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું છે.જેમાં વિનોદ ચાવડાની 2.40 લાખની સરસાઈથી જીત થઈ છે.
Gujarat Lok Sabha Election Result 2024 : દેશમાં આજે એટલે કે 04 જુન 2024ના રોજ લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું છે. પાછલા 10 વર્ષોની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે. આ જોતા કહી શકાય કે આ વર્ષે એટલે કે 2024માં પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. કચ્છની લોકસભા બેઠક પર કમળની શાનદાર જીત થઈ છે.
વર્ષ 1996થી ભાજપના જ કબ્જામાં રહી છે બેઠક
ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં 26 સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબ્જામાં રહી છે. કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ ભાજપે વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા અને તેની સામે વિપક્ષમાં કોંગ્રેસે નીતિશ લાલનને ટિકિટ આપી છે.
વિનોદ ચાવડાને 5,72,488 ટોટલ મત મળ્યા
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની શાનદાર જીત થઈ છે. પરંતુ રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બનાવના પગલે ક્યાંય પણ વિજય સરઘસ જોવા મળશે નહીં. પાછલા 10 વર્ષોની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે. આ જોતા કહી શકાય કે આ વર્ષે એટલે કે 2024માં પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે.
ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 5,72,488 ટોટલ મત મળ્યા છે. તેમજ વિપક્ષ ઉમેદવાર નીતેશ લાલનને 3,33,460 મત મળ્યા છે. વિનોદ ચાવડાએ 2.40 લાખના માર્જિનથી જીત મેળવી છે.