AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: કારના કાચ તોડીને બેગની ઉંઠાતરી કરતા બે શખસોને ભુજ LCB એ પકડી લીધા

કારના કાચ તોડી તેમાંથી બેગ ચોરી જવાના બનાવો બાદ CCTV સર્વેલન્સ સહિતની સુવિધાનો ઉપયોગ કરીને પોલીસે આ કારનામાને અંજામ આપનાર સુધી પહોચવા પ્રયત્નો કર્યા હતા જે દરમિયાન ભુજ LCB એ બાતમીના આધારે બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

Kutch: કારના કાચ તોડીને બેગની ઉંઠાતરી કરતા બે શખસોને ભુજ LCB એ પકડી લીધા
Kutch: Bhuj LCB nabs two persons for breaking car glass and lifting bag
Jay Dave
| Edited By: | Updated on: Jan 24, 2022 | 7:06 PM
Share

ભુજ (Bhuj) શહેરના હીલગાર્ડન રોડ તથા અલગ-અલગ વિસ્તારોમાં પાછલા થોડા દિવસોમાં કારના કાચ (car glass) તોડી તેમાંથી બેગ ચોરી જવાના બનાવો પ્રકાશમાં આવ્યા બાદ સીસીટીવી સર્વેલન્સ સહિતની સુવિધાનો ઉપયોગ કરીને પોલીસ (Police) આ કારનામાને અંજામ આપનાર સુધી પહોચવા પ્રયત્નો કર્યા હતા જે દરમ્યાન ભુજ LCB એ આવી બે ઘટનાને અંજામ આપનાર બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ચાલુ મહિનામાં જ ભુજના અલગ-અલગ વિસ્તારોમાં કારના કાચ તોડી તેમાંથી વસ્તુઓની ઉંઠાતરીની ફરીયાદો ઉઠી હતી દરમ્યાન LCB ને સચોટ બાતમી મળી હતી કે ભુજના વ્યાયામ શાળા ગ્રાઉન્ડમાં બે શંકાસ્પદ ઇસમો બાઇક સાથે બેઠા છે.

બાતમીના આધારે તપાસ માટે LCB ની ટીમ પહોચી હતી. અને તેની ઝડતી કરતા તેની પાસેથી લેપટોપ એક મોબાઇલ અને આધારકાર્ડ સંદર્ભી દસ્તાવેજો મળી આવ્યા હતા. જે થોડા દિવસ અગાઉ થયેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ હતો ઝડપાયેલ બન્ને શખ્સો મહેશ હીરજી ફફક તથા વિનોદ મગન એડીયા બન્ને રાવલવાડી ભુજમાં રહે છે.

બન્નેની ઉંડી પુછપરછ કરતા જણાવેલ કે તારીખ 20 ના ભુજ શરદબાગ પેલેસ ખાતે પડેલી એક કારમાં હથોડો મારી કાંચ તોડી મહેશ અને વિનોદે બેગની ઉંઠાતરી કરી હતી જ્યારે 16 જાન્યુઆરીના પણ ભુજના હીલગાર્ડન નજીક પડેલી કારના કાંચ તોડી બન્ને શખ્સોએ બેગની ચોરી કરી હતી જેમાં રોકડ રૂપીયા તથા વિવિધ બેંકના કાર્ડનો સમાવેશ થાય છે.

બન્ને ભુજ શહેર એ ડીવીઝન પોલિસ સ્ટેશનની હદ્દમાં ગુન્હાઓ બન્યા હોવાથી શંકાસ્પદ મુદ્દામાલ સાથે બન્ને શખ્સોને વધુ તપાસ માટે એ ડીવીઝન પોલિસ મથકે સોંપાયા છે. ચાલુ માસમાંજ આ રોડ પર ત્રણ આવા બનાવો પ્રકાશમા આવ્યા હતા. જેમાંથી બે ગુન્હાઓનો ભેદ LCB એ ઉકેલી નાંખ્યો છે. અને ઉંડાણ પુર્વકની તપાસ કરી અન્ય કોઇ ગુન્હામાં આરોપીઓની સંડોવણી છે. કે નહી તેની તપાસ પોલિસે કરશે આર્થીક જરૂરીયાત માટે આ ચોરીને અંજામ અપાયો હોવાનુ પ્રાથમીક તપાસમાં સપાટી પર આવ્યુ છે.

આ પણ વાંચોઃ ડિંગુચાના 4 લોકો કેનેડામાં ગુમ થવાની ઘટનાઃ 3 દેશની એજન્સીઓ તપાસ કરશે

આ પણ વાંચોઃ હાય રે દુનિયા !!! ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં બિમારીથી એક મહિલા મૃત્યુ પામી, પણ મૃતદેહ લેવા કોઇ આવતુ નથી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">