હાય રે દુનિયા !!! ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં બિમારીથી એક મહિલા મૃત્યુ પામી, પણ મૃતદેહ લેવા કોઇ આવતુ નથી

ભુજ કેમ્પ વિસ્તારમાં રહેતા પ્રિયમાનબેન(ઉ.વ.30) તારીખ 14 નવેમ્બરના ચેસ્ટ વોર્ડમાં બિમા્ર અવસ્થામાં દાખલ થયા હતા. શરૂઆતમાં તેના પતિ તરીકે અમનદીપસિંહ નામના વ્યક્તિ સારવાર દરમ્યાન તેની સાથે રહેતા.

હાય રે દુનિયા !!! ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં બિમારીથી એક મહિલા મૃત્યુ પામી, પણ મૃતદેહ લેવા કોઇ આવતુ નથી
No one comes to Bhuj hospital to take the body after the death of the woman
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jan 24, 2022 | 3:53 PM

Kutch: ગુજરાતની અનેક હોસ્પિટલમાં (Hospital) એવા બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં સારવાર માટે દર્દીઓને લવાયા બાદ તેના સ્વજનો ગુમ થઇ ગયા હોય અને ત્યારબાદ સામાજીક સંસ્થાએ તેની અંતિમક્રિયા કરી હોય. ત્યારે ભુજની (Bhuj)અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલમાં (G.K.General Hospital) પણ આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહિલા (women) મૃત્યુ પામી તેને 5 દિવસ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ હજુ સુધી કોઇ તેના મૃતદેહનો સ્વીકાર કરવા માટે કોઇ સ્વજન આવ્યુ નથી. હોસ્પિટલે તેની સાથે આવેલા તેના પતિનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કોઇ હજુ સુધી તેનો સ્વીકાર કરવા માટે આવ્યુ નથી. હોસ્પિટલ મેનેજમેન્ટે મૃતદેહ સ્વીકારવા માટે જાહેર અપીલ કરી છે. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો નથી.

14 નવેમ્બરથી મહિલા હોસ્પિટલમાં દાખલ હતી

ભુજ કેમ્પ વિસ્તારમાં રહેતા પ્રિયમાનબેન(ઉ.વ.30) તારીખ 14 નવેમ્બરના ચેસ્ટ વોર્ડમાં બિમા્ર અવસ્થામાં દાખલ થયા હતા. શરૂઆતમાં તેના પતિ તરીકે અમનદીપસિંહ નામના વ્યક્તિ સારવાર દરમ્યાન તેની સાથે રહેતા. પરંતુ બીમારીને લીધે નિધન થઇ ગયુ છે. પરંતુ તેના કોઇ સ્વજન હવે દેખાતા નથી. તેમના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ અર્પણ કરવાની અપિલ સાથે જી.કે. જનરલ હોસ્પિટ્લના નંબર ૦૨૮૩૨-૨૪૬૪૪૪ ઉપર અથવા મેનેજર ઓન ડ્યૂટી મો.ન. ૯૦૯૯૯ ૧૮૦૦૦ ઉપર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસને પણ આ અંગે જાણ કરાઇ. પરંતુ તેમના દ્વારા પણ તપાસ કરાતા વાલી-વારસનો પત્તો હજુ મળ્યો નથી. શરૂઆતમાં થોડા સમય સારવાર દરમ્યાન તેના પતિ હાજર રહ્યા બાદ લાંબા સમયથી તે દેખાયા નથી. હોસ્પિટલ મેનેજમેન્ટે અપિલ કરવા સાથે જો કોઇ મૃતદેહ નહી સ્વીકારે તો નિયમાનુસાર અંતિમવિધિની કાર્યવાહી માટે પણ તૈયારી દર્શાવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આમ તો ભુજની આ હોસ્પિટલમાં પરિવાર વગર દાખલ થયેલ અનેક લોકોના અંતિમ સંસ્કાર સામાજીક સંસ્થાઓની મદદથી કરાયા છે. જોકે ભુજની મહિલાનો મૃતદેહ 5 દિવસથી સ્વજનો વગર હોસ્પિટલમાં પડ્યો છે. જેનુ કોઇ વારસદાર થવા તૈયાર નથી.

આ પણ વાંચો : Ahmedabad: સતત બીજા દિવસે બાટલો લીક થવાથી આગ લાગવાની ઘટના, 3 વર્ષનું બાળ ભડથું થઈ ગયું

આ પણ વાંચો : Surat: બાળકોના માતા-પિતા ચેતી જજો, પલસાણામાં એક વર્ષની બાળકીને કોરોના ભરખી ગયો

g clip-path="url(#clip0_868_265)">