ડિંગુચાના 4 લોકો કેનેડામાં ગુમ થવાની ઘટનાઃ 3 દેશની એજન્સીઓ તપાસ કરશે
ગુજરાત પોલીસ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે આ ઘટનામાં અમેરિકા, કેનેડા અને ભારત ત્રણેય દેશોની સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે, ગુજરાત પોલીસની એક ટીમ કલોલ ગામના લોકો સાથે ટ્રાવેલ એજન્ટોના ઠેકાણા શોધવા માટે વાત કરી રહી છે
કેનેડા-યુએસ બોર્ડર પર કલોલના ડિંગુચા ગામના એક પરિવારનાચાર જણના મૃત્યુ થઈ ગયું હોવાના સમાચાર શનિવારે બહાર આવ્યા પછી, ગુજરાત પોલીસ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે આ ઘટનામાં અમેરિકા, કેનેડા અને ભારત ત્રણેય દેશો તપાસ શરૂ કરશે. ગુજરાત પોલીસની એક ટીમ કલોલ ગામના લોકો સાથે ટ્રાવેલ એજન્ટોના ઠેકાણા શોધવા માટે વાત કરી રહી છે.
ગુજરાત પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેનેડા અને યુએસની સુરક્ષા એજન્સીઓ અને ભારતીય પોલીસ ગેરકાયદેસર ઈમિગ્રેશનના મોટા રેકેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સીઆઈડી (ક્રાઈમ)ને ગાંધીનગર અને મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોને નિશાન બનાવતા માનવ તસ્કરોના નેટવર્કને બહાર કાઢવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.
પીડિતો જગદીશ પટેલ (35), તેની પત્ની વૈશાલી (33), પુત્રી વિહંગા (12) અને ધાર્મિક (3) ગાંધીનગરના કલોલ તાલુકાના નવા ડીંગુચા ગામના રહેવાસી હતા. તેઓ કથિત રીતે ભારતીયોના એક મોટા જૂથથી અલગ થયા હતા જેઓ -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સરહદ પાર કરીને યુએસ ગયા હતા. તેમના મૃતદેહો કેનેડાની બાજુએ યુએસ બોર્ડરથી માત્ર 30 ફૂટના અંતરે મળી આવ્યા હતા. આ પરિવાર લગભગ 10 દિવસ પહેલા કેનેડા ગયો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અગાઉ, તસ્કરો મેક્સિકો સાથેની યુએસની દક્ષિણી સરહદથી અથવા ક્યુબાના હવાનાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પ્રવેશ કરાવતા હતા. પરંતુ યુએસ સત્તાવાળાઓએ દક્ષિણ સરહદ પર નિયંત્રણો કડક બનાવ્યા છે. તેથી હવે તસ્કરોએ કેનેડા પર સપંદગી ઉતારી છે.
અધિકારીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતનો એક ટ્રાવેલ એજન્ટ અને બીજો મુંબઈનો એજન્ટ નજર હેઠળ છે. તેમણે કહ્યું કે તેઓએ પટેલ પરિવારને કેનેડા જવા માટે મદદ કરી. અધિકારીએ કહ્યું કે અમને શંકા છે કે આ બે એજન્ટો સ્ટીવ શેન્ડ નામના ફ્લોરિડાના રહેવાસી સાથે સતત સંપર્કમાં હતા. અમારું માનવું છે કે ફ્લોરિડાના આ વ્યક્તિએ પરિવાર અને અન્ય સાત લોકો માટે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશની યોજના બનાવવામાં ભાગ ભજવ્યો હતો.
અધિકારીએ કહ્યું કે અમેરિકા અને કેનેડાની સુરક્ષા એજન્સીઓએ પહેલાથી જ તપાસ શરૂ કરી દીધી છે અને તેઓ માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરવા માટે ભારતીય પોલીસ સાથે સંકલન કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચારેયને કોઈ લેવા સામે આવશે તેવી અપેક્ષા હતી અને તેઓ લગભગ 11 કલાકથી બરફમાં ચાલતા હતા. જૂથના સભ્યોમાંના એક પાસે બાળકોના સામાન સાથેનો થેલો હતો જે તેના પરિવાર માટે લઈ રહ્યો હતો, પણ બરફવર્ષા દરમિયાન તે અલગ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ Stealth Omicron: RT-PCR દ્વારા પકડાતો નથી ઓમીક્રોનનો BA.2 સબ સ્ટ્રેન, ગુજરાતમાં એક સાથે 41 કેસ
આ પણ વાંચોઃ Winter 2022: ગુજરાતીઓએ ફરી ઠુઠવાવા રહેવુ પડશે તૈયાર, રાજ્યમાં ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી