AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરાઇ અપીલ

કચ્છ, ગુજરાત: પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સરહદની નજીક પાકિસ્તાની ડ્રોન દાખલ થયા હોવાની માહિતી મળી છે. ભારતીય સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ડ્રોનને હવામાં જ તોડી નાંખ્યા હતા.

Breaking News : કચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરાઇ અપીલ
| Updated on: May 10, 2025 | 12:24 PM
Share

કચ્છ, ગુજરાત: પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સરહદની નજીક પાકિસ્તાની ડ્રોન દાખલ થયા હોવાની માહિતી મળી છે. ભારતીય સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ડ્રોનને હવામાં જ તોડી નાંખ્યા હતા.

6 અલગ અલગ જગ્યાએ ડ્રોન તોડી પાડવામાં આવ્યા:

અબડાસા તાલુકાના નાની ધ્રુફી ગામ નજીક ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા દુશ્મનનો ડ્રોન હવામાં જ નાશ પામ્યો. ભુજ નજીક એરફોર્સ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ડ્રોન ઘૂસી આવ્યો હતો, જેને પણ તાત્કાલિક ખાતમલ કરીને તોડી પાડવામાં આવ્યો. આદિપુરના કોલેજ વિસ્તાર નજીક, ત્રીજું ડ્રોન તોડી પાડવામાં આવ્યું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

વિસ્તાર કોર્ડન કરાયો 

પ્રદેશના જિલ્લાના અધિકારીઓ અને પોલીસ તંત્રએ તરતજ કાર્યવાહી કરતાં સંભવિત ખતરા વાળા વિસ્તારોને કોર્ડન કર્યા છે. કચ્છના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર અપીલમાં લોકોને ઘરની બહાર બિનજરૂરી ન જવાની વિનંતી કરવામાં આવી છે. સાથે જ અફવાઓ પર ધ્યાન ન આપવા માટે સૂચના આપી છે.

ગુજરાતની ભારતીય સેનાની સક્ષમતા અને સતર્કતાના કારણે ગુજરાતમાં હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર નથી. જો કે આ ઘટનાને લઇને ગુજરાતમાં વહીવટી તંત્ર સતર્ક બની ગયુ છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઘટના બાદ મહત્વની બેઠક બોલાવી છે. SEOC ખાતે આ બેઠક યોજાશ. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે CMની બેઠક થશે.

ફરીવાર પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. હાલની સ્થિતિને લઈને દેશના 32 એરપોર્ટ બંધ કરાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">