Kheda: બે વર્ષ પછી ધામધૂમથી યોજાશે મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરથી નવમી રથયાત્રા, કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહની અધ્યક્ષતામાં તૈયારીઓને આખરી ઓપ, ગ્રામજનોમાં ઉત્સાહ છવાયો

ધર્મરક્ષા યુવાશક્તિ મહેમદાવાદ તાલુકા રથયાત્રા સમિતિ અંતર્ગત 1 જુલાઇ શુક્રવારના રોજ મહેમદાવાદમાં નવમી રથયાત્રા (Rathyatra) યોજાવાની છે. શ્રી સિદ્ધિ વિનાયક મંદિરથી જ રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. જેને લઇને શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં (Siddhi Vinayak Temple) 19 જૂનના રોજ બેઠક મળી હતી.

Kheda: બે વર્ષ પછી ધામધૂમથી યોજાશે મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરથી નવમી રથયાત્રા, કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહની અધ્યક્ષતામાં તૈયારીઓને આખરી ઓપ, ગ્રામજનોમાં ઉત્સાહ છવાયો
મહેદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરથી નવમી રથયાત્રા યોજાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 12:11 PM

ખેડા (Kheda) જિલ્લાના મહેમદાવાદ (Mehmdabad) પાસે વાત્રક નદીના કિનારે આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિર દ્વારા આ વર્ષે વિશાળ રથયાત્રા (Rathyatra) યોજવામાં આવશે. કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે ધામધૂમથી આ યાત્રા યોજાવાની છે. જેથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાની તૈયારીઓને લઇને 19 જૂનના રોજ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સિદ્ધિ વિનાયક મંદિર (Siddhi Vinayak Temple) ટ્રસ્ટના સંચાલકો, કેન્દ્રીય મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા આસપાસના ગામોના પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રથયાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ધર્મરક્ષા યુવાશક્તિ મહેમદાવાદ તાલુકા રથયાત્રા સમિતિ અંતર્ગત 1 જુલાઇ શુક્રવારના રોજ મહેમદાવાદમાં નવમી રથયાત્રા યોજાવાની છે. શ્રી સિદ્ધિ વિનાયક મંદિરથી જ રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. જેને લઇને શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં 19 જૂનના રોજ બેઠક મળી હતી. આસપાના ગામના આગેવાન, તાલુકાના આગેવાન અને સરપંચ મળી કુલ 25 અગ્રણી આ બેઠકમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં રથયાત્રાના રુટ, રથયાત્રામાં પોલીસ સુરક્ષા, લોકોની હાજરી, ભજન મંડળી સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો બેઠકમાં અર્જુનસિંહ ચૌહાણે રથયાત્રાનું આયોજન સફળ બનાવવા અપીલ કરી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વિવિધ ટેબ્લો જોવા મળશે

1 જુલાઇના રોજ સવારે 9 કલાકથી સિદ્ધિ વિનાયક મંદિરથી રથયાત્રા શરુ થવાની છે. અર્જુનસિંહ ચૌહાણ રથયાત્રાની પૂજા કરી તેને પ્રસ્થાન કરાવશે. બપોરે દોઢ કલાકે મહેમદાવાદ સપ્તપદ ચોક પાસે ભગવાનનું મામેરુ કરવામાં આવશે. રથયાત્રામાં અલગ અલગ ટેબ્લો પણ જોવા મળશે. મહેમદાવાદ વન વિભાગ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, BOI, ગામ વિકાસ એજન્સી, ગૃહ વિભાગ, સ્વામિનારાયણ મંદિર, સમસ્થ બ્રહ્મ સમાજ સહિતના વિવિધ ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહેશે.

100 ટ્રેકટર સાથે નીકળશે રથયાત્રા

કોરાનાકાળના બે વર્ષ પછી સિદ્ધિ વિનાયક મંદિરથી ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે. ત્યારે આ રથયાત્રામાં આસપાસના ગામોના 100 જેટલા ટ્રેકટર સાથે રથયાત્રા નીકળવાની છે. તો સાથે જ 30 કરતા વધુ ભજનમંડળી પણ રથાયાત્રામાં સામેલ થશે. તરણેતરનું રાસમંડળ આ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. મોટી સંખ્યામાં લોકો આ ટ્રેકટરમાં સવાર રહેશે. સાથે જ રથાયાત્રા સાથે જોડાશે.

રથયાત્રામાં જુદા જુદા આકર્ષણો

રથયાત્રા દરમિયાન છોટાઉદેપુરના આદિવાસી સમાજના લોકો દ્વારા લોકનૃત્ય ટીમલી દર્શાવવામાં આવશે. તો તરણેતરનો મેળો પણ લોકોમાં આકર્ષણ જમાવશે. ખાસ વાત તો એ રહેશે કે અહીંના સ્થાનિક ગ્રામજનોના બાળકો રથયાત્રામાં વેશભૂષા પણ રજૂ કરશે. મહત્વની વાત એ પણ છે કે સિધ્ધિ વિનાયક ટ્રસ્ટ દ્વારા 101 દીકરીઓને દત્તક લેવામાં આવી છે. ત્યારે આ દીકરીઓ રથયાત્રામાં સામેલ થવાની છે. હરતુ ફરતુ મેડિકલ કેમ્પ સાથે લઇને તેઓ રથયાત્રામાં જોડાશે અને જેને દવા કે અન્ય કોઇ વસ્તુની જરુર હશે તેને તે આપશે. બે વર્ષ પછી સિદ્ધિ વિનાયક મંદિરથી રથયાત્રા યોજાવાની છે. ત્યારે આ રથયાત્રા કોમી એખલાસનો પણ સંદેશ આપશે.

રથયાત્રાનો રુટ

રથયાત્રા ખાત્રજના સિદ્ધિ વિનાયક મંદિરથી માંકવા રોડ થઇને ખાત્રજ ચોકડી સર્કલ, મહેમદાવાદ રોડ, ભીડભંજન હનુમાન, ઝુલેલા સોસાયટી, નવી મામલતદાર ઓફિસ રોડ, નડિયાદી દરવાજા, ભાવસાર રોડ, સરદાર ચોક, જવાહર બજાર, સપ્ત પોળ(મોસાળુ ભોજન), વેરાઇ માતા થઇ કન્યા શાળા, વિરોલ દરવાજા, ભોઇવાડા થઇ કચેરી દરવાજા પહોંચશે. જે તેનો અંતિમ પડાવ હશે. જે પછી રથયાત્રા સિદ્ધિ વિનાયક મંદિર પરત ફરશે.

મહત્વનું છે કે, અમદાવાદ નજીક આવેલું ગણેશ મંદિર ખાસ છે. આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી લાવવામાં આવેલી જ્યોત અહીં સ્થાપિત કરવામાં આવી છે. એટલા માટે આ મંદિરનું નામ પણ સિદ્ધિવિનાયક રાખવામાં આવ્યું છે. આ વિશાળ મંદિર તેની અદભૂત સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર 600,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિની વિશાળ પ્રતિકૃતિ તરીકે બનાવવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">