Kheda : પ્લાસ્ટિક પોલ્યુશનને અટકાવવા નડિયાદ નગરપાલિકા એક્શન મોડમાં, દંડાત્મક કાર્યવાહી કરી વેપારીઓને સાવચેત કર્યા

|

Jul 02, 2023 | 6:20 PM

પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક સ્ટિક સાથે બનાવવામાં આવતા ઈયરબર્ડ, બલૂન સાથે આવેલી પ્લાસ્ટિક સ્ટિક, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ ખાવા માટેની પ્લાસ્ટિકની ચમચી,વગેરે નિમ્ન ગુણવતા વાળી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે.

Kheda : પ્લાસ્ટિક પોલ્યુશનને અટકાવવા નડિયાદ નગરપાલિકા એક્શન મોડમાં, દંડાત્મક કાર્યવાહી કરી વેપારીઓને સાવચેત કર્યા
Nadiad Nagarpalika

Follow us on

Nadiad: પ્લાસ્ટિક પોલ્યુશનને અટકાવવા નડિયાદ નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનામાં 18,900ની રકમનો દંડ કરી વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સાવચેત કર્યા છે. જેના નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિક બેગ ના હોલસેલ કેન્દ્રો પર રેડ કરી 1509 કિલોગ્રામ પ્લાસ્ટિક બેગ જપ્ત કરવામાં આવી છે.

જેમાં પર્યાવરણ પર પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ લોકોને પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પ રૂપે જ્યુટ અથવા કોટન બેગ જેવા ટકાઉ વિકલ્પો વાપરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ગત વર્ષે 05 જૂન 2022 “વિશ્વ પર્યાવરણના દિવસે” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું તબક્કાવાર નષ્ટ કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ ભારત સરકારના વન પર્યાવરણ અને આબોહવા (ક્લાઈમેટ ચેન્જ ) મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં 01 જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સાથો સાથ પ્લાસ્ટિકની વસ્તુઓ અને કેરી બેગની મહત્તમ જાડાઈ નક્કી કરવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ નિયમોના અનુસંધાને નડિયાદ નગરપાલિકા દ્વારા ફક્ત ચાર મહિનામાં અસરકારક કામગીરી દ્વારા 1509 કિલો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તે પેટે દુકાનદારોથી 18,900 રૂપિયાના દંડની વસુલાત પણ કરવામાં આવી હતી.નડિયાદ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે લોકો બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય તેમજ પર્યાવરણને બચાવવા પોતાનો ફાળો લોકો આપે.

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત પ્રયાસે લોકોને પ્લાસ્ટિક બેગની જાગૃતિ લાવવા માટે અનેક સેમિનાર કરવામાં આવ્યા છે. વેપારીઓને એમની દુકાને જઈને તેઓ પ્લાસ્ટિક બેગ ન ખરીદે અને પ્લાસ્ટિક થી શરીરને થતું નુકશાન અંગે માહિતી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે Plastic Waste Management Amendment Rules, 2021,4(2) ના સુધારા પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP)નું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ ૦૧ જુલાઈ, ૨૦૨૨ના નિયમ પ્રમાણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સાથોસાથ પોલિસ્ટાયરીન અને કોમોડિટીઝમાં ઉપયોગમાં લેવાયેલ પ્લાસ્ટિક પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક સ્ટિક સાથે બનાવવામાં આવતા ઈયરબર્ડ, બલૂન સાથે આવેલી પ્લાસ્ટિક સ્ટિક, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ ખાવા માટેની પ્લાસ્ટિકની ચમચી,વગેરે નિમ્ન ગુણવતા વાળી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે.

જયારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ -2016 4(1) C માં સુધારો કરીને કેરી બેગ વર્જિન અથવા રિસાયકલ પ્લાસ્ટિક દ્વારા બનાવવું સાથોસાથ તે પ્લાસ્ટિકની ગુણવતાની જાડાઈ 75 માઇક્રોન કરતા ઓછી ન હોવી જોઈએ અને આદર્શ પ્લાસ્ટિકની બેગનું માપ 120 માઇક્રોન નક્કી કરવામાં આવ્યું હતું.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Next Article