Kheda: ઉઢેલાની ઘટનામાં DGP આશિષ ભાટિયાએ આપ્યા તપાસના આદેશ, તંગદિલીના વાતાવરણમાં શાળાઓ બની સૂની

આઠમા નોરતે બનેલી ઘટના બાદ માતરના ઉંઢેલા અને આસપાસમાં સ્થિતિ ન વણસે તે માટે જિલ્લા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જ આઈજી, ખેડાના એસપી, નડિયાદના DySP,એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વૉડ સહિત સમગ્ર જિલ્લામાંથી પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે.

Kheda: ઉઢેલાની ઘટનામાં  DGP આશિષ ભાટિયાએ આપ્યા તપાસના આદેશ, તંગદિલીના વાતાવરણમાં શાળાઓ બની સૂની
ખેડાના ઉઢેલા ગામમાં આરોપીઓને માર મારવાનો વીડિયો વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 8:31 AM

ખેડા  (Kheda) જિલ્લાના ઉઢેલા ગામમાં આઠમા નોરતે ગરબામાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.  આ ઘટનામાં   પોલીસે આરોપીઓને ઝડપીને માર માર્યો હતો અને ત્યાર બાદ  માફી પણ મંગાવવામાં આવી હતી. આ  સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી.  આ અંગે પોલીસ મહાનિર્દેશક (Director General of Police ) આશિષ ભાટિયાએ કહ્યું કે અમે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓની તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. આ કેસની તપાસ કપડવંજ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકીએ હાથ ધરી છે.

પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatiya) કહ્યું કે અમે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓની તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વાયરલ થયેલા વીડિયોમાં, એક પછી એક ઇલેક્ટ્રિક થાંભલા સાથે બાંધીને ઓછામાં ઓછા ચાર લોકોને માર મારનારા લોકોની ઓળખ ખેડા જિલ્લાના લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) યુનિટના પોલીસ કર્મચારી તરીકે થઈ હતી.

આઠમા નોરતે બનેલી ઘટના બાદ માતરના ઉંઢેલા અને આસપાસમાં સ્થિતિ ન વણસે તે માટે જિલ્લા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જ આઈજી, ખેડાના એસપી, નડિયાદના DySP,એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વૉડ સહિત સમગ્ર જિલ્લામાંથી પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. તો વરિષ્ઠ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરીને સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

પથ્થરમારાની ઘટનાથી ગરમાયું  રાજકારણ

કોંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સમગ્ર ઘટનાને લઈને ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, પોલીસ દ્વારા થતી તટસ્થ કામગીરીમાં કોઈપણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ થવો જોઈએ નહીં. ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) અને મહંમદ પીરઝાદાએ ઘટનાને વખોડી છે. અને ત્રણેય ધારાસભ્યોએ પોલીસ વિરૂદ્ધ પગલા લેવા કરી માગ છે. રાજ્ય પોલીસવડાને પત્ર લખી પોલીસ અધિકારીઓને (kheda police) તાત્કાલિક સસ્પેન્ડ કરવાની  માંઘણી કરી હતી.

ઉઢેલ ગામમાં તંગદિલી બાદ શાળામાં વિદ્યાર્થીઓ ગેરહાજર

છેલ્લા થોડા દિવસથી ખેડા જિલ્લાના વાતાવરણમાં તંગદિલી સર્જાઈ છે. ખેડાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં અસામાજીક ત્તત્વોના આતંકથી શિક્ષણને અસર થઈ છે. ઊંઢેલા ગામની પ્રાથમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા શાળા સુની બની છે. હાલ જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકો સાથે સંપર્ક સાધીને વિદ્યાર્થીઓના વાલીને સમજાવવા પ્રયાસ હાથ ધર્યા છે. ગામના સરપંચ સહિતના અગ્રણીઓને સાથે રાખી વાલીઓનો ડર દુર કરાશે. આ શાળામાં 465 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બાળકોનું શિક્ષણ બગડે નહીં તે હેતુથી સમજાવટના પ્રયાસો હાથ ધરાયા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો આઠમા નોરતે ગરબા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. અને આ ઘટનાના ત્રણ દિવસ પછી પણ ગામમાં સન્નાટાનો માહોલ જોવા મળે છે. જોકે કાયદો અને વ્યવસ્થા ફરી સુનિશ્ચિત કરવા પોલીસે પણ કમરકસી છે. અને સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">