AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સમરસ કાવડ યાત્રાનો કરાવ્યો પ્રારંભ

હરિદ્વારથી જળ લાવી ગુજરાતની (Gujarat) 182 વિધાનસભાના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે. આ કાવડ યાત્રા (Kavad Yatra) દ્વારા ગુજરાતના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવશે.

Kheda: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સમરસ કાવડ યાત્રાનો કરાવ્યો પ્રારંભ
ખેડાથી સમરસ કાવડ યાત્રાનો થયો પ્રારંભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 1:08 PM
Share

ખેડાના (Kheda) યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો (Kavad Yatra) પ્રારંભ થયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (BJP state president CR Patil) યાત્રાની શરૂઆત કરાવી હતી. વડતાલથી લઈ દ્વારકા સુધી કાવડ યાત્રા યોજાશે. હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે. આ કાવડ યાત્રા દ્વારા ગુજરાતના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવશે. આ કાવડ યાત્રામાં 2200 કાવડ યાત્રીઓ અને 250 સંતો જોડાયા છે. અખિલ ભારતીય સંત સમિતિએ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી, મુખ્ય દંડક પંકજ દેસાઈ, સાંસદ સહીત સ્થાનિક ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

શ્રાવણ માસમાં યોજાય છે કાવડ યાત્રા

શ્રાવણ (SHRAVAN) માસ નજીક આવતા જ ભોળાના ભક્તો શિવભક્તિમાં લીન થવા લાગે છે. ગુજરાતમાં હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આ મહિનામાં શિવભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીને નિયમાનુસાર પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જે પૈકી કેટલાંક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા કરી ભગવાનને પ્રસન્ન કરતા હોય છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્વનો મનાય છે. શિવભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. તો કાવડિયાઓ પણ વર્ષ દરમિયાન આ જ અવસર માટે ઉત્સાહિત રહેતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ ખેડામાં આ અનોખી કાવડ યાત્રા શરુ થઇ છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે.

શું છે કાવડ યાત્રા ?

શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને જ્યોતિર્લિંગો સુધી પહોંચે છે અને મહેશ્વરને તે અર્પણ કરે છે. ઉલ્લેખનિય છે કે યાત્રા દરમિયાન ભક્તો કાવડને જમીન પર નથી રાખતા. કાવડને ઉંચકનારા કાવડિયા તરીકે ઓળખાય છે. મોટાભાગના કાવડિયાઓ કેસરી રંગના કપડાં પહેરે છે. તેઓ મોટાભાગે ગંગોત્રી, ગૌમુખ, પ્રયાગરાજ, હરિદ્વાર જેવાં તીર્થ સ્થળોથી ગંગાજળ ભરે છે. આ પછી, તેઓ પગપાળા પ્રવાસ કરીને જળ શિવલિંગ પર ચઢાવે છે. જો કે ગુજરાતમાં શરુ થયેલી આ સમરસ કાવડ યાત્રામાં હરિદ્વારથી જળ લાવી 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">