Kheda: ડાકોરમાં (Dakor) હોળી, ધૂળેટી (Holi) નિમિત્તે લાખોની સંખ્યામાં પદયાત્રીકો ધોળી ધજા સાથે રાજાધિરાજના દરબારમાં આવી શીશ નમાવે છે. આ વખતે પૂનમ અને ધૂળેટી બન્ને એકજ દિવસે હોવાથી ચૌદસથી ભક્તોએ ડાકોરમાં ધામા નાખી દીધા છે. ‘ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે’ના નાદ ગૂંજી ઉઠયા છે.ચૌદસ નિમિત્તે આજે નિત્યક્રમ મુજબ ભગવાનના દર્શન ભકતો માટે ખુલ્લા મૂકાયા છે.
જેમાં સવારે 5:05થી 7:30 સુધી મંગળા દર્શન, 8:05થી 1:30 શ્રૃંગારભોગ દર્શન, 2:05થી 5:30 રાજભોગ દર્શન, સાંજે 6:05થી 8 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન અને 8:20થી શયનસેવા થઈ સખડી ભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે. ચૌદસ નિમિત્તે સવારે 5:05થી 7:30 સુધી મંગળા દર્શન, 8:05થી 1:30 શ્રૃંગારભોગ દર્શન, 2:05થી 5:30 રાજભોગ દર્શન, સાંજે 6:05થી 8 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન અને 8:20થી શયનસેવા થઈ સખડી ભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે.
ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં ધાણી ખજૂરનો ભોગ પણ ધરાવવામાં આવશે. પ્રશાસન દ્વારા ઠાકોરજીના દર્શન માટે નગરમાં એલીઈડી વોલ તેમજ પ્રોજેક્ટર દ્વારા મંદિર બહાર જુદી જુદી પાંચ સ્થળોએ વ્યવસ્થા કરેલ છે. જેથી ભક્તો મંદિર બહાર રહીને પણ શ્રીજીના વ્યવસ્થિત દર્શન કરી શકશે.
ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વહીવટી તંત્ર દ્વારા બંધ રખાયો હતો, પરંતુ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક, સામાજિક મેળાઓની મંજૂરી આપવામાં આવતા ભાવિક ભક્તોમાં આનંદ છે. ત્યારે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા ડાકોરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે.
દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે.અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી/ઠાકોરનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ. ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને નાસ્યા, જેથી ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખાય છે.
આ પણ વાંચો : Ahmedabad: ગુજરાતના જાણીતા ક્લાસિકલ ડાન્સર અને કોરિયોગ્રાફર બીના મહેતાના નૃત્યોની, જુઓ તસ્વીરો
આ પણ વાંચો : Amreli: સરકારની વિકાસની વાતો વચ્ચે એસટી વિહોણા ગામડા, જાણો જિલ્લાના કયા ગામમાં હજુ સુધી ક્યારેય બસ આવી જ નથી