Kutch : મણિનગર ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક “સ્વતંત્રતા-સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું” વિમોચન કરાયું
Kutch News : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક “સ્વતંત્રતા - સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું” વિમોચન જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીના હસ્તે ભૂજની મુકતજીવન સ્વામીબાપા આર્ટ્સ, કોર્મસ એન્ડ બી.સી.એ. મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

કચ્છમાં હાલ ધાર્મિક માહોલ ચાલી રહ્યો છે. એક તરફ ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, ત્યા બીજી તરફ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પણ કચ્છના પ્રવાસે છે. ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક “સ્વતંત્રતા – સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું” વિમોચન જિતેન્દ્રિયપ્રિય દાસજી સ્વામીના હસ્તે ભૂજની મુકતજીવન સ્વામીબાપા આર્ટ્સ, કોર્મસ એન્ડ બી.સી.એ. મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
ડો. રીઝવાન કાદરી, સભ્ય નહેરૂ મેમોરીયલ એન્ડ લાઇબ્રેરી સોસાયટી (ભારત સરકાર) ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના સંગ્રામ અને સોર્ય પર લખાયેલ આ પુસ્તક મણિનગર ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશીત કરાયુ છે. જેમાં કચ્છના લેખકો પુર્વ સાંસદ સહિત સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નારણપરનો 66મો પાટોત્સવ ઉજવાયો
બીજી તરફ દેશ-વિદેશના હરિભક્તોની ઉપસ્થિતિમાં ભૂજના નારાણપર ગામે આવેલ મંદિરનો 77 મો પાટોત્સવ પણ ઉજવાયો હતો. જેમાં જીતેન્દ્રપ્રીય દાસજીએ હાજરી આપી હતી. જેમાં પુસ્તકનુ વિમોચન કરાયુ હતુ. તો નારણપરના 66માં પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, વચનામૃત ગ્રંથની પારાયણ યોજવામાં આવી હતી. આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મુકતજીવન સ્વામીબાપાએ કરી હતી. મહોત્સવની ઉજવણી દરમિયાન માનવસેવા, પશુસેવા માટે ઘાસચારો, દવા વિતરણ વિવિધ ગૌશાળા માટે તથા પ્રજ્ઞાચક્ષુના સંતાનોના અભ્યાસ માટે લાખો રૂપિયાનું માતબર દાન કરવામાં આવ્યું હતું.
ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લાખો રુપિયાનું દાન એકઠુ થયુ
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જ્ઞાનસત્ર-સત્સંગ સત્રનો પ્રારંભ કરાયો છે. જે લગભગ એક માસ સુધી ચાલશે. કચ્છમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સામાજીક કાર્ય માટે લાખો રૂપીયાનુ દાન એકઠુ થયુ હતુ, સાથે સંતોએ દેશ સેવા માટે હમેંશા તૈયાર રહેવા માટે હરિભક્તોને હાકલ કરી હતી. મણિનગર ગાદી સંસ્થાનના આચાર્યની કચ્છ મુલાકાત દરમ્યાન વિદેશથી હજારો હરિભક્તો સંત્સગમાં ભાગ લેવા કચ્છ આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest News Updates





