Gujarati Video: કચ્છના ચાંદ્રોડામાં ધૂળની ડમરીઓ ઉડી, ભુજના કેટલાક ગામોમાં પવન સાથે વરસાદ જુઓ Video
ગત રોજ પણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો અને આજે પણ વરસાદ થયો છે. ગત રોજ મુન્દ્રા તાલુકાના વવારમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો તો ક્યાંક ઝરમર વરસાદ થયો હતો.
કચ્છ જિલ્લાના અંજારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ચાંદ્રોડામાં ધૂળની ડમરી ઉડી હતી. તોફાની પવન સાથે અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું અને કાળઝાળ ગરમીની વચ્ચે ચોમાસા જેવું વાતાવારણ સર્જાઈ ગયું હતું તો બીજી તરફ ભુજ તાલુકાના માધાપર, કોટડા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.
અંજારમાં 21 તારીખના રોજ પણ વરસાદ ખાબક્યો હતો. 21 તારીખના રોજ ગાંધીધામ અંજાર વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગળપાદર તથા વર્ષામેડી ગામમાં કમોસમી વરસાદ થયો હતો.
ગત રોજ પણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો અને આજે પણ વરસાદ થયો છે. ગત રોજ મુન્દ્રા તાલુકાના વવારમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો તો ક્યાંક ઝરમર વરસાદ થયો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…