AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પ્રિ મોન્સુન કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે યોજી બેઠક, એક પણ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ન રહે તે માટે આપી સૂચના

Rajkot News : મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અનુસંધાને ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલિયા,ચેતન નંદાણીને સૂચના અને માર્ગદર્શન આપ્યુ હતુ.

Rajkot: પ્રિ મોન્સુન કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે યોજી બેઠક, એક પણ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ન રહે તે માટે આપી સૂચના
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 24, 2023 | 3:55 PM
Share

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારી સાથે આજે મીટિંગ યોજી હતી. આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થાના કામે તેમજ કોઈ જાનહાની ન થાય તેને લક્ષમાં રાખીને આ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને ધ્યાનમાં લઈને તંત્રની કામગીરીમાં કચાસ નાં રહે તેના પર ખાસ ભાર મુક્યો હતો.

આ પણ વાંચો-Breaking News : તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ગુજરાત ATSને મળી, દાણચોરીના કેસમાં ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર

અધિકારીઓને સ્થળ મુલાકાત લઈ સમસ્યાનો ઉકેલ લાવવા આપી સૂચના

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અનુસંધાને ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલિયા,ચેતન નંદાણીને સૂચના અને માર્ગદર્શન આપ્યુ હતુ. જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે, ત્યાં સ્થળ મુલાકાત કરી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવા કેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલ લાવી શકાય તે સુનિશ્ચિત કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચાશે શહેરના વિસ્તારો

જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે સમસ્યા હલ કરવા સૂચના આપી હતી. તો આ મામલે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિનાવિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જે વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું પાણી ભરાય છે અને થોડા સમય બાદ પાણી ઓસરી પણ જતા હોય છે, જોકે આવા યલો ઝોનમાં આવશ્યકતા અનુસાર પાણી નિકાલની કામગીરી કરવા જણાવ્યું હતું.

કંટ્રોલ રૂમ શરૂ કરી ફરિયાદોનો નિકાલ કરાશે

વધુમાં મ્યુનિસિપલ કમિશનરે વાવાઝોડાની આગાહી તથા ભારે વરસાદ વખતે કેવા પગલા લેવા, વરસાદમાં વિપરીત પરિસ્થિતિ ઉભી થાય ત્યારે વહીવટી તંત્રની કામગીરી જ શ્રેષ્ઠ કામગીરી કરતી હોય છે, નાગરિકોના હિત માટે કંટ્રોલ રૂમ શરૂ કરી આવતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરી શકાય તેવું આયોજન કરવું, વોંકળા સફાઈ, ગટર સફાઈ, પાણીના વહેણ ઉપર આવતા દબાણો દુર કરવા, વોર્ડ ઓફિસ ખાતે આવતા નાના-મોટા પ્રશ્નો કે ફરિયાદોનો તત્કાલ નિકાલ કરવો જેવી સૂચના આપી હતી.

સાથે જ જોખમી કે જર્જરિત બિલ્ડિંગોને સાવચેત કરવા, ખાસ કરીને મુખ્ય માર્ગો અને જ્યાં લોકોની અવરજવર થતી હોય તેવા રસ્તાઓ પરથી જર્જરિત બિલ્ડિંગો દુર કરવા, જોખમી પોલ અને વાયરને સલામત કરવા, નવા બનતા બિલ્ડિંગમાં બિલ્ડિંગ એસોસિએશન સાથે બેઠક કરી કાળજી રાખવી, ગટરનાં કોઈ ઢાંકણા ખુલ્લા ન રાખવા, નબળા ઢાંકણાને તાત્કાલિક બદલાવવા, ચાલુ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવી, જળ સંચયનાં કામોઝુંબેશનાં રૂપમાં કરવા તેમજ ટ્યુબવેલને ફરી સજીવન કરવા જેવી કામગીરી પર મ્યુનિ. કમિશનરએ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

વિકટ પરિસ્થિતિ માટે ટીમો રહેશે સ્ટેન્ડ બાય

વધુમાં મ્યુનિસિપલ કમિશનરે દરેક વોર્ડમાં એડવાન્સ પ્લાનિંમાં રોસ્ટર મુજબ કર્મચારીઓની ટીમો સ્ટેન્ડ બાય રાખવા અને જ્યાં પણ પાણી ભરાતા હોય તેવા એરીયામાં પાણી નિકાલ માટેની લાઈનની ઝાળીઓ ચોખ્ખી રાખવા પર ખાસ ભાર મુક્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">