Kutch : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ , કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા સ્થળ સુધી બસમાં લઇ જવાની અને જયાં બસ સગવડો નથી ત્યાં ખાનગી વાહનોની સગવડ પણ કરાઇ હોવાનુ જણાવી કલેકટરે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને પરીક્ષાના દિવસે ફૂલ, આપી મીઠુ મોં કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવશે.
ગુજરાતની સાથે કચ્છમાં(Kutch)પણ આગામી સમયમાં યોજાનારી વિવિધ પરીક્ષાઓ માટે કચ્છનુ વહીવટી તંત્ર સજ્જ છે. આજે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠકનુ(Review Meeting) આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આગામી બોર્ડ પરીક્ષા(Board Exam) તથા 27 માર્ચે યોજનારી વનરક્ષકની ભરતી માટેની પરીક્ષાઓની સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં પરિક્ષાની ગોપનીયતા સાથે તમામ કેન્દ્રો પર CCTV સહિતની સુવિઘાની ચકાસણી સહિતના મુદ્દાઓને લઇ સંલગ્ન વિભાગને વ્યવસ્થા પુર્ણ કરવા તાકીદ કરાઇ હતી. કચ્છમાં ધોરણ 10 ના 30736 વિધાર્થી ૩૬ કેન્દ્રો પરથી અને ધોરણ 12ના 13499 વિધાર્થી 17 કેન્દ્રો પરથી પરીક્ષા આપશે જ્યારે વન રક્ષક વર્ગ-3 ની 8118 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તા.28/03/2022 થી તા.12/4/2022 દરમ્યાન ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાવાની છે. ત્યારે આજે કચ્છના કલકેટરની અધ્યક્ષતામા અત્યાર સુધી થયેલી તૈયારીની સમિક્ષા સાથે સંપુર્ણ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે બેઠકમાં ચર્ચા કરવામા આવી હતી. કચ્છમાં પાંચ ઝોનમાં ધોરણ 10 ના 30736 પરીક્ષાર્થીઓ ભુજ, ગાંધીધામ, નખત્રાણાના 36 કેન્દ્ર અને તેમજ ધોરણ 12ના 13499 પરીક્ષાર્થીઓ ભુજ અને ગાંધીધામના 17 કેન્દ્રોની ૫૨થી પરીક્ષા આપશે કચ્છમાં ચાલુ વર્ષે ભચાઉમાં બાલાસર અને લાકડીયા ખાતે નવા પરીક્ષા સેન્ટરો પ્રારંભ કરાયા છે.
પરીક્ષાના દિવસે ફૂલ, આપી મીઠુ મોં કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવશે
જ્યારે જીલ્લા સંવેદનશીલ કેન્દ્રો સાથે ભચાર રાપરના કેન્દ્રો પર ખાસ તકેદારી રાખવા બેઠકમાં સુચનો કરાયા હતા. તો પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા સ્થળ સુધી બસમાં લઇ જવાની અને જયાં બસ સગવડો નથી ત્યાં ખાનગી વાહનોની સગવડ પણ કરાઇ હોવાનુ જણાવી કલેકટરે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને પરીક્ષાના દિવસે ફૂલ, આપી મીઠુ મોં કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવશે. તો કચ્છમાં બોર્ડ પરિક્ષા પહેલા વનરક્ષકની 334 જગ્યા માટે સીધી ભરતીથી તા.27-03- 22 ના રવિવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાવાની છે ત્યારે તેની પણ સમીક્ષા આ બેઠકમાં કરાઇ હતી. કચ્છ જિલ્લાના ભુજ, માધાપર, અને મીરઝાપર ખાતે 8118 પરીક્ષાર્થીઓ 26 કેન્દ્રોમાં 271 બ્લોકમાં પૂર્ણ તૈયારી અને વ્યવસ્થા સાથે વન રક્ષક ભરતી પરીક્ષા આપશે
પેપરલીક કાંડ અને વિવિધ ભરતી પરીક્ષાઓ રદ્દ થયાના માહોલ વચ્ચે આગામી દિવસોમા રાજ્યની સાથે કચ્છમાં પણ વિવિધ પરીક્ષાઓ યોજાવાની છે. ત્યારે ભયમુક્ત અને ગેરરીતી મુક્ત પરીક્ષાઓ યોજાય તે માટે કચ્છનુ તંત્ર સજ્જ છે. અને તમામ તૈયારીઓની સમીક્ષા સાથે આજે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.
આ પણ વાંચો : રાજકોટના મેયરના વોર્ડમાં જ રખડતા ઢોરનો ત્રાસ, એક વૃદ્ધનો જીવ ગયો