Gujarat માં ઘરનું ઘર ખરીદવું મોંઘુ થયું, રો મટિરિયલમાં ભાવ વધારાને પગલે બિલ્ડરોએ વધારો ઝીંકયો
બિલ્ડરોના જણાવ્યા મુજબ સ્ટીલ-સિમેન્ટ જ નહીં, હાર્ડવેર, કાચ-ગ્લાસ પેનલ, ટાઈલ્સ સહિત બાંધકામમાં વપરાતી તમામે તમામ ચીજો મોંઘી થઈ છે. સ્ટીલનો ભાવ પ્રતિટન 80000થી વધુ થઈ ગયો છે. જયારે સિમેન્ટની ગુણીનો ભાવ રૂપિયા 470 થયો છે. ચાલુ પ્રોજેકટોમાં પણ બિલ્ડરોનો ખર્ચ ઘણો વધી ગયો છે.
દેશમાં પાંચ રાજયોની ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકોને મોંધવારીના(Inflation)આંચકા લાગવાના શરૂ થયા છે. જો કે તેમાં પેટ્રોલ અને ડીઝલ તથા રાંધણ ગેસમાં સીધો ભાવ વધારો લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે. જો કે આ ઉપરાંત રશિયા અને યુક્રેનના યુદ્ધના લીધે પણ અનેક ચીજ વસ્તુઓના ભાવમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે હવે ગુજરાતમાં(Gujarat)મધ્યમ વર્ગનું ઘરનું ઘર (House) પણ મોંઘુ થશે. જેમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં માલ સામાનમાં થયેલા ભાવ વધારાની અસર હવે મકાન ખરીદનારને ચૂકવવી પડશે. જેમાં પણ ક્રેડાઈ ગુજરાતની બેઠકમાં બાંધકામ કિંમતમાં પ્રતિ સ્કવેર ફુટ રૂપિયા 400 થી 500નો ભાવવધારો કરવાનું જાહેર કર્યુ છે.બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ સ્ટીલ, સિમેન્ટ સહિત તમામ રો-મટીરીયલ્સમાં મોટો ભાવવધારો થયો હોવાથી મકાન-ફલેટ- કોમર્શિયલ સહિતની તમામ પ્રોપર્ટીમાં ભાવવધારાનું નકકી કરાયુ છે. જેમાં ક્રેડાઈ ગુજરાતના ચેરમેન અજય પટેલના નિવેદન મુજબ સ્ટીલ તથા સિમેન્ટના ભાવમાં અસાધારણ વધારો થયો છે અને તેના કારણે બિલ્ડરોનું નફા માર્જીન ઓછું ગયું છે. જ્યારે મોટાભાગના બિલ્ડરોએ ખર્ચ બોજ સહન કરી લીધો હતો અને પ્રોપર્ટીમાં ભાવવધારો ટાળ્યો હતો.
100 વારનું મકાન હોય તો તેના પર પાંચ લાખ સુધીનો વધારો
પરંતુ રો-મટીરીયલ્સના ભાવ સતત વધતા હોવાના કારણોસર હવે તેનો બોજ ગ્રાહકો પર લાદયા સિવાય છુટકો નથી. જેમાં બીજી એપ્રિલથી પ્રતિ સ્કવેરફુટ રૂપિયા 400 થી 500નો ભાવવધારો લાગુ કરાશે. જો કે બાંધકામના ભાવમાં એપ્રિલથી પ્રતિ ચોરસ ફૂટ રૂપિયા 400થી 500 નો વધારો કરવામાં આવ્યો છે. આ હિસાબથી જો તમારે 100 વારનું મકાન હોય તો તેના પર પાંચ લાખ સુધીનો વધારો થશે. એટલે કે જે મકાન આજે 45 થી 50 લાખમાં મળે છે, તેના 50 થી 55 લાખ ચૂકવવા પડશે.
સ્ટીલ-સિમેન્ટના ભાવવધારાથી કોન્ટ્રાકટરોને પણ મોટી અસર
બિલ્ડરોના જણાવ્યા મુજબ સ્ટીલ-સિમેન્ટ જ નહીં, હાર્ડવેર, કાચ-ગ્લાસ પેનલ, ટાઈલ્સ સહિત બાંધકામમાં વપરાતી તમામે તમામ ચીજો મોંઘી થઈ છે. સ્ટીલનો ભાવ પ્રતિટન 80000થી વધુ થઈ ગયો છે. જયારે સિમેન્ટની ગુણીનો ભાવ રૂપિયા 470 થયો છે. ચાલુ પ્રોજેકટોમાં પણ બિલ્ડરોનો ખર્ચ ઘણો વધી ગયો છે. ડિસેમ્બરમાં સ્ટીલનો ભાવ 60000 તથા સિમેન્ટનો ભાવ રૂપિયા 325 હતો. સ્ટીલ-સિમેન્ટના ભાવવધારાથી કોન્ટ્રાકટરોને પણ મોટી અસર થઈ છે. સરકારી કોન્ટ્રાકટરોને સરકારે તાજેતરમાં ભાવવધારો આપ્યો છે પરંતુ ખાનગી બિલ્ડરોના પ્રોજેકટ સંભાળતા કોન્ટ્રાકટરોની હાલત ખરાબ થઈ છે.
આ પણ વાંચો : Ahmedabad : બોપલમાં પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં એક દંપતિ સહિત 3ની ધરપકડ
આ પણ વાંચો : Bhavnagar: રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર ભારતીય યુવાઓ પર પડી, મેડિકલનો અભ્યાસ હવે કયાં પૂરો કરશે?