Kutch : કચ્છના જખૌ સહિત મોહાડીના દરિયાકાંઠેથી હટાવાયા દબાણો

મોહાડીના દરિયાકાંઠેથી 5 જેટલા ગેરકાયદે દબાણો દરૂ કરવામાં આવ્યા હતા. મોહાડી બાદ કચ્છના જખૌ બંદર તેમજ જખૌ જેટી નજીકના ગેરકાયદે દબાણો પર દૂર કરવામાં આવશે. આજે વહેલી સવારથી અબડાસાના મોહાડીમાં આ દબાણો દૂર કરવાનું કામ  હાથ ધરવામાં આવ્યું છે. 

Kutch : કચ્છના જખૌ સહિત મોહાડીના દરિયાકાંઠેથી હટાવાયા દબાણો
કચ્છના જખૌમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Oct 12, 2022 | 3:23 PM

ગુજરાતમાં  ગેરકાયદે દબાણો સામે મેગા ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા (Dev bhoomi dwarka) ના મેગા ડિમોલિશનની કામગીરી બાદ કચ્છ  (Kutch) જિલ્લામાં પણ દરિયાકાંઠેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છના અબડાસામાં  (Abdasa) આવેલા મોહાડીના દરિયાકાંઠેથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને મોહાડીના દરિયાકાંઠેથી  5 જેટલા ગેરકાયદે દબાણો દરૂ કરવામાં આવ્યા હતા. મોહાડી બાદ કચ્છના જખૌ બંદર તેમજ જખૌ જેટી નજીકના ગેરકાયદે દબાણો પર દૂર કરવામાં આવશે. આજે વહેલી સવારથી અબડાસાના મોહાડીમાં આ દબાણો દૂર કરવાનું કામ  હાથ ધરવામાં આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દ્વારકામાં પણ સાત દિવસ ચાલી હતી મેગા  ડિમોલિશનની કામગીરી

મેગા ડિમોલિશન દ્વારા બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ  સાત દિવસમાં દેવભુમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દૂર કરવામાં આવ્યા હતા.  એક હજારથી વધારે પોલીસકર્મીઓના બંદોબસ્ત અને રેવન્યુના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ અને વિવાદીત સ્થળોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટ રેન્જના IG સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન બનાવવામાં આવ્યો હતો અને મેગા ડિમોલિશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ પણ કર્યા આ કામગીરીના વખાણ

ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદીએ ડિમોલિશનની  કામગીરી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ છે તેનો અનુભવ ગુજરાતે કર્યો. દરિયાઈ પટ્ટી પર ગેરકાયદે દબાણો કરી લોકો બેફામ બન્યા હતા. ભૂપેન્દ્રભાઈએ બધુ ચૂપચાપ સફાચટ કરી નાખ્યું. આ સાથે PM મોદીએ ગુજરાતના વિકાસમાં પંચશક્તિના મહત્વ અંગે પણ લોકોને જણાવ્યું હતું. ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવા માટે પંચશક્તિનું શું મહત્વ છે શું યોગદાન છે તે અંગે PM મોદીએ જનતાનું ધ્યાન દોર્યું હતુ. PM મોદીએ જણાવ્યું હતું  કે ગુજરાતના વિકાસમાં જ્ઞાન શક્તિ,જળ શક્તિ,ઊર્જા શક્તિ, રક્ષા શક્તિનું ખાસ યોગદાન છે. આ 5 સંકલ્પથી ગુજરાતના વિકાસનો પાયો મજબૂત બન્યો છે અને આ 5 સંકલ્પના સ્તંભ પર ગુજરાતની ભવ્ય ઈમારત ઉભી છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">