કચ્છ : પુર્વ મંત્રી તારાચંદ છેડાનું નિધન, અંતિમવિધીમાં ગૌતમ અદાણી સહિત અનેક લોકો જોડાયા
કચ્છ ભાજપમાં સૌથી સીનીયર આગેવાન એવા તારાચંદ છેડાનું રાજકીય અને સામાજીક ક્ષેત્રે મોટું નામ હતું. ગઇકાલે તેમના નિધનના સમાચાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રી ધારાસભ્યોએ તેમને અંજલી આપી શોક વ્યક્ત કર્યો હતો.
કચ્છમાં (Kutch) ભાજપને (BJP) મજબુત કરવામાં સિંહફાળો રહ્યો છે અને જીવદયા ક્ષેત્રે કચ્છ અને મુંબઇમાં જેનું મોટું નામ છે તેવા કચ્છના પુર્વ ધારાસભ્ય તારાચંદ છેડાનું (Tarachand Chheda) નિધન (Death) થયું છે. ટુંકી માંદગી બાદ તેઓએ અનશન(સંથારો) લેવાનું નક્કી કર્યા બાદ ગઇકાલે તેમનું નિધન ભુજ ખાતે થયું હતું. તેમની ઇચ્છા મુજબ તેમના વતન કાંડાગરા ખાતે તેમની અંતિમવીધી કરાઇ હતી. આજે પાલખીયાત્રા યોજી કાંડાગરા ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. જેમાં મોટી સંખ્યામાં કચ્છ અને મુંબઇથી ખાસ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત અનેક રાજકીય આગેવાનો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા અને તારાચંદ છેડાના નિધન પર તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
જીવદયા આરોગ્ય ક્ષેત્રે મોટુ કામ
ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રી અને સક્રિય આગેવાન હોવા છતાં કચ્છના પ્રશ્નો માટે તેઓ સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. કચ્છમાં અછતની સ્થિતીમાં દાતાની મદદથી તેઓએ હમેંશા કચ્છમાં મુશ્કેલીમાં મદદરૂપ થયા સફળ પ્રયત્નો કર્યા છે. તો આરોગ્ય ક્ષેત્રે તેમની સંસ્થાના માધ્યમથી તેઓએ અનેક ગરીબ દર્દીઓ માટે મદદરૂપ થયા છે.
અનેક લોકોએ અંજલી આપી
કચ્છ ભાજપમાં સૌથી સીનીયર આગેવાન એવા તારાચંદ છેડાનું રાજકીય અને સામાજીક ક્ષેત્રે મોટું નામ હતું. ગઇકાલે તેમના નિધનના સમાચાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રી ધારાસભ્યોએ તેમને અંજલી આપી શોક વ્યક્ત કર્યો હતો. અને તેમના પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. તો આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત અનેક ધારાસભ્યો અને રાજકીય આગેવાનો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. અને તેમના નિધનથી કચ્છના લોકો અને ભાજપને મોટી ખોટ પડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તો અંતિમવીધીમાં દેશના જાણીતા ઉદ્યોગપતી ગૌતમ અદાણી પણ જોડાયા હતા. અને પરિવારને સાંત્વના આપી હતી કચ્છ ઉપરાંત મુંબઇમાં વિવિધ સમાજો પર તેમનું પ્રભુત્વ હતું.
બે ટર્મ ધારાસભ્ય રહી ચુકેલા અને આંનદીબેન સરકારમાં મંત્રી રહેલા તારાચંદ છેડા સક્રિય રાજકારણ સાથે હમેંશા કચ્છના પ્રશ્નોની ચિંતા કરતા આવ્યા છે. અને તેમના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં તેઓ હમેંશા કડી રૂપ રહ્યા છે તો સામાજીક રીતે પણ તેમનુ કચ્છમાં મોટું યોગદાન છે ત્યારે આજે તેમની અંતિમક્રિયામાં અનેક મહાનુભાવો જોડાયા હતા. અને કચ્છનો અવાજ બનેલા તારાચંદ છેડાને અંતિમ વિદાય આપી હતી.
આ પણ વાંચો :Vadodara : યુનોના ઇકોસોક યુવા ફોરમ-2022 લીડર બોર્ડમાં આયુર્વેદિક અધિકારી સુધીર જોશીએ પ્રથમ ક્રમ મેળવ્યો