Vadodara : યુનોના ઇકોસોક યુવા ફોરમ-2022 લીડર બોર્ડમાં આયુર્વેદિક અધિકારી સુધીર જોશીએ પ્રથમ ક્રમ મેળવ્યો
યુનાઇટેડ નેશનના ઇકોસોક Youth ફોરમ - 2022 ((Ecosok Youth Forum) )લીડર બોર્ડમાં 16,18,400 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું છે.
Vadodara : યુનોના ઇકોસોક યુવા ફોરમ – 2022 (Ecosok Youth Forum)લીડર બોર્ડમાં 16,18,400 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવી જિલ્લા આયુર્વેદિક અધિકારી (Ayurvedic Officer)ડૉ.સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું. ડૉ.સુધીર જોશી છેલ્લા ઘણા વર્ષોથી યુનાઇટેડ નેશન પ્રેરિત નિરંતર વિકાસના ધ્યેયો (SDG) પર કાર્ય કરી રહ્યા છે. ડૉ.સુધીર જોશી (Dr. Sudhir Joshi)દેશના યુવાનોને નિરંતર વિકાસના ધ્યેયો હાંસલ કરવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે.
યુનાઇટેડ નેશનના ઇકોસોક Youth ફોરમ – 2022 લીડર બોર્ડમાં 16,18,400 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું છે. ડૉ.સુધીર જોશી છેલ્લા ઘણા વર્ષોથી યુનાઇટેડ નેશન પ્રેરિત નિરંતર વિકાસના ધ્યેયો (SDG) પર કાર્ય કરી રહ્યા છે. જેમાં સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સ એસ.ડી.જી વીક ઉજવણી આદિમાં SDG બ્રિગેડ ઇન્ડિયા દ્વારા સક્રિય રીતે કાર્યરત છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
હાલમાં યુનાઇટેડ નેશનના ઈકોનોમી અને સોશ્યલ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા ECOSOC Youth ફોરમ- 2022 નું આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. સુધીર જોશીએ ભારતનું પ્રતિનિધિત્વ કરી લીડર બોર્ડ રેન્કમાં 16,18,400 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. જે સમગ્ર વડોદરા ગુજરાત અને ભારત માટે ખૂબ જ ગૌરવની બાબત છે.
આ ફોરમમાં ચાર હજારથી વધુ આંતરરાષ્ટ્રીય એમ્બેસેડર મેમ્બર સ્ટેટસ, સ્ટેક હોલ્ડર, યુનાઈટેડ નેશનની વિવિધ એજન્સીના વડા સહિત સેવાભાવી સંસ્થાઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ લીડર બોર્ડમાં વિવિધ કોન્ફરન્સના એજન્ડા નક્કી કરવા, કોન્ફરન્સનું આયોજન, વિવિધ પ્રશ્નોના મુદ્દાઓ રજૂ કરવા, વિવિધ એસ.ડી.જી પર નીતિ વિષયક ચર્ચા,ઓનલાઇન સેશનમાં હાજરી, ઇન્ટરનેશનલ સહિત તમામ પાસાઓમાં શ્રેષ્ઠ પદાર્પણ કરી પ્રથમ ક્રમ મેળવી ભારતનું ગૌરવ વધારવા બદલ ડૉ.જોશી અભિનંદનને પાત્ર છે. ડૉ.સુધીર જોશી એસડીજી બ્રિગેડ ઇન્ડિયા ટીમ દ્વારા દેશના યુવાનોને નિરંતર વિકાસના ધ્યેયો હાંસલ કરવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે.