Kutch : સાગર પરિક્રમાના પ્રથમ તબકકાનો માંડવીથી પ્રારંભ, 215 લાભાર્થીઓને 92.82 લાખની સહાય અપાઈ

પુરૂષોત્તમ રૂપાલાએ યાત્રાના ઉદ્દેશ અંગે કહ્યુ હતુ કે માછીમારો અને પશુપાલકો જાગૃત બને અને સરકાર તરફથી મળતી તમામ સહાયનો લાભ તેમના સુધી પહોચે તે છે.સમયસર લોન પરત કરનારને વ્યાજમુકત લોન મળશે. આ માટે વહીવટી તંત્રે બેંક અને લાભાર્થીઓ સાથે સંકલન કરી તમામને લાભ અપાવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

Kutch : સાગર પરિક્રમાના પ્રથમ તબકકાનો માંડવીથી પ્રારંભ, 215 લાભાર્થીઓને 92.82 લાખની સહાય અપાઈ
Gujarat Kutch Sagar Sagar Parikrama started from Mandvi
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Mar 05, 2022 | 9:50 PM

દેશના 8118 કિલોમીટરના દરિયા કિનારાના નવ રાજયો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં મત્સ્યપાલન સાથે સંકળાયેલા માછીમારો, ખલાસીઓ અને સ્વતંત્ર્ય સેનાનીઓને આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) નિમિત્તે કૃતજ્ઞતા વ્યકત કરવા શનિવારે કચ્છના(Kutch)  માંડવીથી સાગર પરિક્રમા-2022(Sagar Parikrama)  નો કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 215 લાભાર્થીઓને રૂપિયા 92.82 લાખની વિવિધ સાધન સહાય અને હુકમ વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમ બાદ પુરૂષોત્તમ રૂપાલા સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે ઓખા અને ત્યાર બાદ પોરબંદર જશે અને ત્યાર બાદ અન્ય તબક્કામાં દેશના 9 રાજ્યો અને 4 કેન્દ્રસાશિત પ્રદેશમાં આવી યાત્રા યોજી માછીમારોની મુશ્કેલી અને તેમના ઉકેલ અંગે સંવાદ કરી સરકારી યોજનાના લાભ અંગેની માહિતીથી સાગર ખેડુતોને જાગૃત કરશે

લાભાર્થીને સરકારી મદદ માટે આહવાન

દરેક માછીમારો અને પશુપાલકો , કિસાન ક્રેડિટ કાર્ડ લોન સહાયનો લાભ લે. વડાપ્રધાન અને સરકારે માછીમારો અને પશુપાલકોના જીવન સુધાર માટેના પ્રયત્નો કર્યા છે. ભારતમાં કિસાનોને મળતી ૦ ટકા વ્યાજે કિસાન ક્રેડિટ કાર્ડ લોન હવે રાજયમાં પણ માછીમારો પશુપાલકોને મળી રહી છે. સમયસર લોન પરત કરનારને શૂન્ય વ્યાજે મળનારી આ સહાયનું અન્ય રાજયો પણ અનુસરણ કરી રહયા છે. જેનો લાભ દેશના માછીમારો પશુપાલકોને પણ મળશે. તો રૂપિયા 8 લાખ કરોડની સરકારી સહાય હવે વર્તમાન સમયમાં રૂપિયા 16.50 લાખ કરોડ સુધી પહોચી છે.

માંડવી બંદરે ડ્રેજીંગ અને સંરક્ષણ વોલ બાબતે દરિયાખેડુની માંગ

પુરૂષોત્તમ રૂપાલાએ યાત્રાના ઉદ્દેશ અંગે કહ્યુ હતુ કે માછીમારો અને પશુપાલકો જાગૃત બને અને સરકાર તરફથી મળતી તમામ સહાયનો લાભ તેમના સુધી પહોચે તે છે. સમયસર લોન પરત કરનારને વ્યાજમુકત લોન મળશે. આ માટે વહીવટી તંત્રે બેંક અને લાભાર્થીઓ સાથે સંકલન કરી તમામને લાભ અપાવે તેવો અનુરોધ પણ કર્યો હતો.  જ્યારે સ્થાનિકે કાર્યક્રમ દરમ્યાન માછીમારો તરફથી મળેલા પ્રશ્નો અંગે જણાવી માંડવીથી મુંબઇ સુધીની દરિયાઇ સેવા એક સમયે માંડવીની ભવ્યતા હતી જો કે માંડવી બંદરે ડ્રેજીંગ અને સંરક્ષણ વોલ બાબતે દરિયાખેડુની માંગ છે. જે બાબતે સબંધિત વિભાગોને કાર્યવાહી માટે જણાવ્યુ હતુ. તો અબડાસાના ધારાસભ્યની મદદથી માછીમારોએ જખૌ બંદર પર દબાણ મુદ્દે પ્રશાસનને સંવેદનાપૂર્વક કાનુની રીતે ઉકેલ લાવવા સૂચન કર્યુ હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હાઇસ્પીડ ડિઝલ સબસીડી માટે સરકારે 30 કરોડની વેટ રાહત આપી

આઝાદીની ચળવળમાં વિદેશમાં રહી ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની પવિત્ર ભૂમિ પરથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મત્સ્ય પાલન મંત્રાલય દ્વારા માંડવી દરિયેથી સાગર પરિક્રમા પ્રારંભ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. લાભાર્થીને લાભ સાથે ઉપસ્થિત અન્ય જનપ્રતિનીધીઓએ કેન્દ્ર સરકારે ફિશરીસ બજેટમાં 93 ટકાના વધારા સાથે કેન્દ્ર સરકારના બજેટમાં રૂપિયા 880 કરોડ મંજુર કર્યા છે. જેનાથી ભવિષ્યમાં લાભો વધશે તો હાઇસ્પીડ ડિઝલ સબસીડી માટે પણ સરકારે 30 કરોડની વેટ રાહત આપી હોવાનુ જણાવ્યુ હતુ.

લાભાર્થીઓને ગીલનેટ ખરીદી પર સહાય, રેફ્રિજરેટર વાન ખરીદી પર સહાય, ખાસ અંગભુત યોજના તળે મત્સ્યોદ્યોગની તાલીમ સહાય, પૉલી પ્રોપલિન રોપ ખરીદી ઉપર સહાય, પગડીયા સહાય, ભાભરા પાણીમાં મત્સ્ય ઉદ્યોગ તાલિમ સહાય યોજના તળે સહાયના હુકમપત્રો આપવામા આવ્યા હતા તો .કે.સી.સી.યોજના હેઠળ લાભાર્થીને ચેક વિતરણ કરાયા હતા.

આ પણ વાંચો : Dahod : શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા ફેલાઈ, લોકોની ભારે ભીડ

આ પણ વાંચો : Anand: પેટલાદમાં નમો કિસાન પંચાયતની મીટિંગ મળી, ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી

g clip-path="url(#clip0_868_265)">