Anand: પેટલાદમાં નમો કિસાન પંચાયતની મીટિંગ મળી, ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી

ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓથી ખેડૂતોનું ધ્યાન સરકારની નીતિઓ તરફ આકર્ષવા અને સરકારની નીતિઓનો લાભ સીધો જ ખેડૂતોને મળે તે માટે ગ્રામ્ય લેવલએ પરિષદો ભરી સરકારની નીતિઓ લોકો સુધી પહોચાડવાની મુહીમ આગળ વધારવા માટેની ચર્ચા થઈ

Anand: પેટલાદમાં નમો કિસાન પંચાયતની મીટિંગ મળી, ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી
પેટલાદ વિધાનસભાની નમો કિસાન પંચાયતની મીટિંગ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાઇ
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 05, 2022 | 6:43 PM

આણંદ (Anand)  જિલ્લાની પેટલાદ (Petlad) વિધાનસભાની નમો કિસાન પંચાયત (Namo Kisan Panchayat) ની મીટિંગ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પેટલાદ મુકામે યોજાઇ. જેમાં આણંદ જીલ્લાના સાંસદ મીતેશભાઇ પટેલ, ગુજરાત સહકારિતા સેલના પ્રદેશ સદસ્ય તેજશભાઈ બીપીનભાઈ પટેલ (જીગાભાઈ), તેમજ જિલ્લા અને મંડલ ના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ખેડુત મિત્રો ઉપસ્થીત રહ્યા હતા.

આ પ્રસંગે સાંસદ મીતેશભાઇએ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ વિષે માહિતી આપી. તેમજ હાલમાં જ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકમાં બિનહરીફ ચૂંટાયેલા તેજશભાઈ બીપીનભાઈ પટેલ ધ્વારા પણ ખેડૂતો માટે સરકારની અવનવી યોજનાઓ અને નીતિઓ સાથે જોડવા બેંક સીધી જ ખેડૂતો સાથે સંકળાઈ તેવી ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ આવી જ કિસાન પંચાયત મોરબી અને રાજકોટમાં પણ યોજાઈ હતી.

આ ઉપરાંત મયુરભાઇ સુથાર આણંદ જિલ્લા ભાજપ મહામંત્રીએ પણ કેવી રીતે સરકારની વાતને ખેડૂતો સુધી કેવી રીતે લઇ જઈ શકાય તેની ચર્ચા કરવામાં આવી. અને આવનાર ઈલેક્શનમાં પણ ખુબ મોટા પ્રમાણમાં ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓથી ખેડૂતોનું ધ્યાન સરકારની નીતિઓં તરફ આકર્ષવા અને સરકારની નીતિઓનો લાભ સીધો જ ખેડૂતોને મળે તે માટે ગ્રામ્ય લેવલએ ચોતરા પરિસદો ભરી સરકારની નીતિઓ લોકો સુધી પહોચાડવાની મુહીમ આગળ વધારવા માટેની પણ ચર્ચા આ નમો કિસાન પંચાયતમાં કરવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વિધાનસભા વાઈઝ નમો કિસાન પંચાયત યોજાશે આ પંચાયતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ  વળે તે માટે માહિતી માર્ગદર્શન પુરૂ પાડવા કિસાન મોરચો કાર્ય કરશે. ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની સફર દરમિયાન ખેતી, ખેડૂત, ગામડા માટે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. તેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતોનાં જીવન ધોરણમાં બદલાવ ઉજાસ આવ્યો છે. તેવા પ્રગતિશીલ ખેડૂતો નમો કિસાન પંચાયત આવશે અને તેના બદલાવ-વિકાસની વાતો રજૂ કરશે.

આ પણ વાંચોઃ  ગાંધીનગર : યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થીઓ પરત, ગુજરાતના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યાઃ જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ વાહન ચાલકો સાવધાન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો દંડ ઉઘરાવાનું શરૂ કરવાનું ફરમાન, ટ્રાફિક ડ્રાઈવના નામે પરિપત્ર કરાયો

g clip-path="url(#clip0_868_265)">