Kutch : કચ્છીઓને હવે આરોગ્ય સુવિધા માટે અન્ય જિલ્લામાં જવાની જરૂર નથી, આ હોસ્પિટલોનું કરાયુ વિસ્તૃતીકરણ

Kutch : ગાધીધામ ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ, ત્રણ પોર્ટ, મોટી સંખ્યામાં રોજગારી મેળવતા અને પરપ્રાંતિય શ્રમિકો છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે લોકોને યોગ્ય સુવિધા મળી રહે તે માટે આ હોસ્પિટલોનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યુ છે.

Kutch : કચ્છીઓને હવે આરોગ્ય સુવિધા માટે અન્ય જિલ્લામાં જવાની જરૂર નથી, આ હોસ્પિટલોનું કરાયુ વિસ્તૃતીકરણ
File Photo
Jay Dave

| Edited By: Mamta Gadhvi

Jun 05, 2022 | 7:28 AM

આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભુજ (Bhuj) ખાતે નવનિર્મિત માનસિક આરોગ્યની હોસ્પિટલના બિલ્ડીંગનું વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રાજ્યમંત્રી નિમિષા સુથારના (Nimisha Suthar) વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ. આ ઉપરાંત આરોગ્ય સુવિધાની સમીક્ષા બેઠક સાથે ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલનને(Rambagh Hospital)  આમ નાગરીકો માટે શનિવારે ખુલ્લી મુકાઇ હતી. ભુજના કેમ્પ એરીયા ખાતે 790.44 લાખના ખર્ચે બનેલી નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતું કે, ત્રણ જિલ્લા કચ્છ, (Kutch) બનાસકાંઠા અને પાટણને આ હોસ્પિટલનો લાભ મળશે.

 બેડ કેપેસિટી 16 થી વધારીને 75 બેડની કરવામાં આવી

એટલું જ નહીં પંજાબ, ઓડિસા સહિતના અન્ય રાજ્યોના દર્દીઓ પણ અહીં સારવાર લેશે, ત્યારે હોસ્પિટલની બેડ કેપેસિટી 16 થી વધારીને 75 બેડની કરવામાં આવી છે. ડાયાલીસીસના દર્દીઓ માટે વન ગુજરાત- વન ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાના સરકારના લક્ષ્યાંકને જણાવીને તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા 7 માસમાં આ યોજના હેઠળ નવા 30 થી 32 સેન્ટર શરૂ કરાયા છે. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં દર્દીઓ સેવા લેવા આવતા હોવાનુ જણાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, હિમોફીલીયાના દર્દીઓ માટે વડાપ્રધાનએ દરેક જિલ્લામાં 25 કરોડની ફાળવણી કરી હોવાની તથા આગામી સમયમાં સરકાર દરેક તાલુકાકક્ષાએ દર્દીઓ માટે જરૂરી ઇન્જેકશન અને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. સાથે જ આદિપુર ગાંધીધામ ખાતે 8.22 કરોડના ખર્ચે નવ નિર્મિત સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ રામબાગનું અને જુના હોસ્પિટલ બિલ્ડિંગનું વિસ્તૃતિકરણ કરી લોકર્પણ કરવામા આવ્યું હતું.

તમને જણાવવું રહ્યું કે, આરોગ્ય ક્ષેત્રે (Health) ઉત્તમ અને નોંધનીય કામ કરનાર સંસ્થાના વ્યક્તિઓના સન્માન પણ કરવામાં આવ્યું હતુ.  ગાંધીધામ ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ, ત્રણ પોર્ટ, મોટી સંખ્યામાં રોજગારી મેળવતા અને પરપ્રાંતિય શ્રમિકો છે ત્યારે આરોગ્ય ક્ષેત્રે લોકોની માંગણી અન્વયે 150 પથારીની સરકારી હોસ્પિટલનું કચ્છમાં પ્રથમ વાર પધારેલા મંત્રી નિમિષાબેનના હસ્તે ખુલ્લી મુકાઇ હતી.

 વિધાનસભા અધ્યક્ષ નિમાબેને કર્યા આ અનુરોધ

સાથે જ કચ્છ જિલ્લાને સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ મળે તે માટે અધ્યક્ષ (Gujarat Assembly Speaker) નિમાબેનએ રાજ્યમંત્રીને અનુરોધ કર્યો હતો.આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં કચ્છ જિલ્લા આરોગ્ય કર્મી સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા મળતી પી.એમ.જે.એ.વાય(PMjAY)ની સુવિધાઓ વ્યવસ્થિત રીતે લોકોને મળી રહી છે કે કેમ તે બાબતે વિગતે ચર્ચા કરીને આંકડાકીય માહિતી મેળવાઇ હતી. તેમજ કચ્છ જિલ્લા આરોગ્ય શાખાઓની અદંર વ્યવસ્થાપન જરૂરી સાધનો છે કેમ તેના વિશે પણ માહિતી મેળવી હતી. તેમણે દરેક તાલુકાની હૉસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર મળી રહે તે માટે પણ જરુરી સૂચનો કર્યાં હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati