Kutch: જાણીતા લોક સાહિત્યકારની વધી મુશ્કેલી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ધરપકડ કરવા SP ને કરી રજૂઆત

14 મેના એટ્રોસીટી(Atrocity) ફરીયાદ નોંધાયા બાદ પણ હજુ સુધી લોક સાહિત્યકાર યોગેશ બોક્ષાની ધરપકડ ન થતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

Kutch: જાણીતા લોક સાહિત્યકારની વધી મુશ્કેલી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ધરપકડ કરવા SP ને કરી રજૂઆત
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 6:09 PM

જાણીતા લોક ગાયક (folk singer) અને ભાજપના કાર્યકર એવા યોગેશ બોક્ષાની (Yogesh Boksha) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. 14 મે ના ભુજમાં સમરસ કન્યા છાત્રાલયના એક કાર્યક્રમ દરમ્યાન જાહેરમંચ પરથી યોગેશ બોક્ષાએ એક ટીપ્પણી કરી હતી. જે મામલે ગઈકાલે ભારે હોબાળો સર્જાયો હતો. કચ્છના (Kutch Latest News) સાંસદ વિનોદ ચાવડા પ્રેરીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્રારા આ કાર્યક્રમ આયોજીત કરાયો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમં યોગેશ બોક્ષા ઉપસ્થિત હતા. જો કે કાર્યક્રમ દરમ્યાન અનુસુચીત જાતી વિશે ટીપ્પણી કરતા ત્યાં ઉપસ્થિત સમાજના લોકોએ જાહેરમંચ પર જ યોગેશ બોક્ષાનો વિરોધ કર્યો હતો.

શુક્રવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પશ્ચિમ કચ્છ SP આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, 14 મેના એટ્રોસીટી(Atrocity)  ફરીયાદ નોંધાયા બાદ પણ હજુ સુધી લોક સાહિત્યકાર યોગેશ બોક્ષાની ધરપકડ ન થતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર કચ્છમાં રાષ્ટ્રીય દલિત સમાજે આંદોલન અને ધરણાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

શું છે સમગ્ર મામલો ?

14 મે એ સી.આર.પાટીલના (CR Patil) હસ્તે એક કન્યા છાત્રાલયને ખુલ્લુ મુકવાનુ હતુ, જેના માટે આયોજીત સાંસ્કતિક કાર્યક્રમમાં જેમાં ઉમેશ બારોટ(Umesh Barot) સહિત યોગેશ બોક્ષા(ગઢવી) પણ ઉપસ્થિત હતા, પરંતુ પોતાના કાર્યક્રમ દરમ્યાન તેઓએ સમરસતાના કાર્યક્રમમાં અનુસીચિત જાતીની લાગણી દુભાય તેવુ ભાષણ કર્યુ હતુ. જેથી સામાજીક કાર્યકર વિશાલ ગરવાએ ભુજ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે (Bhuj Police) ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જો કે લોકગાયકની આવી માનસિકતા ભર્યા શબ્દપ્રયોગથી સમાજમાં ભારે રોષ છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સમાજમાં ભારે રોષની લાગણી

યોગેશ બોક્ષાએ જાતી અપમાનિત કરતી ટીપ્પણીના વિવાદ પહેલા અંજારના સાપેડા ગામે પણ તાજેતરમાં ગામના કેટલાક શખ્સો દ્વારા અનુસુચિત જાતિના સભ્યો સાથે ગેર બંધારણીય વ્યવહારના મુદ્દે 13 તારીખે સાપેડાથી મોટી સંખ્યામા ન્યાયની માંગણી સાથે સમાજના લોકો પગપાળા ચાલી ભુજ સુધી ન્યાય માટે પહોંચ્યા હતા, તે વિવાદ વચ્ચે બીજી તરફ અનામત બેઠક પરથી ચૂંટાયેલા કચ્છના સાંસદના કાર્યક્રમમાં બનેલી ઘટનાથી સમાજમાં રોષ છે, તેવામા કાયદો વ્યવસ્થા સાથે આવી માનસિકતા ધરાવતા લોકો સામે કાયદો કડક હાથે કામ લે સાથે સમાજના ચુંટાયેલા પ્રતિનીધી પણ મામલાને ગંભીર ગણી કાર્યવાહી કરે તેવી માંગ છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">