KUTCH જીલ્‍લામાં 379 ગામોમાં પ્રથમ ડોઝની 100 ટકા રસીકરણની કામગીરી પુર્ણ

એક દિવસમાં 48197 કોવીડની રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.  બીજો ડોઝ મહાઝુંબેશ તા.17-09-2021ના  રોજ કચ્છ જિલ્લામાં કોવીડ રસીકરણની કામગીરીમાં વિક્રમ સર્જાયો છે.

KUTCH જીલ્‍લામાં 379 ગામોમાં પ્રથમ ડોઝની 100 ટકા રસીકરણની કામગીરી પુર્ણ
Completion of 100 per cent first dose vaccination in 379 villages in KUTCH district
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 6:23 PM

હાલની કોરોના મહામારીથી મુકિત અપાવવા સંપુર્ણ ભારતમાં રસીકરણ મહાઝુંબેશ ચાલી રહી  છે. કચ્‍છ જીલ્‍લા મધ્‍યે કોરોના સુરક્ષાચક્ર મજબુતીકરણ માટે કોવિડ-19 રસીકરણ સુપરમેગા ડ્રાઈવનું વારંવાર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોવેક્સિન તેમજ કોવીશિલ્‍ડ 400 થી વધુ રસીકરણ સ્‍થળો પર સમગ્ર દિવસ દરમિયાન લાભાર્થીઓને કુલ પ્રથમ ડોઝમાં 13,17,988 અને બીજો ડોઝ 4,81,138 આમ કુલ પ્રથમ તેમજ દ્રિતીય મળીને હાલમાં 1799116 ડોઝનો વપરાશ કરવામાં આવેલ છે. હાલમાં આ મેગા ડ્રાઈવ દરમ્‍યાન લોકોમાં સારો ઉત્‍સાહ જોવા મળે છે.

કચ્છ જિલ્લામાં રસીકરણની ઝુંબેશ પુરજોશમાં

સમગ્ર જીલ્‍લામાં અત્‍યાર સુધીમાં 13 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝથી રક્ષિત કરવામાં આવેલ છે. સૌ પ્રથમ મહા મંગળવાર, તા.31/08/21નાં રોજ કોવીડ-19 રસીકરણ સુપર મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લોકોના ઉત્‍સાહને ધ્‍યાને લઈ રોજે રોજ કચ્‍છ જીલ્‍લામાં મહા અભિયાનના રૂપે સુપર મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દિવસો દરમ્‍યાન સમગ્ર કચ્‍છ જીલ્‍લામાં 400 થી વધારે સ્‍થળો પર રસીકરણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રસીકરણ વિક્રમજનક સપાટીએ પહોંચ્યું

એક દિવસમાં 48197 કોવીડની રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.  બીજો ડોઝ મહાઝુંબેશ તા.17-09-2021ના  રોજ કચ્છ જિલ્લામાં કોવીડ રસીકરણની કામગીરીમાં વિક્રમ સર્જાયો છે. જે અન્વયે  એક જ દિવસમાં 63,323 કોવીડની રસીના ડોઝ  આપવામાં આવ્યા હતા. ધર્મગુરુઓ સાથે મીટીંગો યોજવામાં આવી છે. ગામના સરપંચો, લોકઆગેવાનોને મળીને રસીનું મહત્‍વ વિશે મોટીવેટ કરવામાં આવ્યા હતા.

રસીકરણ બાબતે સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ

જેથી ગ્રામ્યકક્ષાએ સારી કામગીરી રસીકરણની પુર્ણ થઇ છે. કચ્છમાં અત્યાર સુધી બે તબક્કામાં રસીકરણ મહા અભીયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં કચ્છના 379 ગામડાઓમાં 100 ટકા રસીકરણ કામગીરી પુર્ણ થઇ છે. અને 2 ઓક્ટોબર પહેલા કચ્છમાં મોટાભાગના ગામડાઓ સંપુર્ણ રસિકરણમાં આવરી લેવાય તે લક્ષ્ય સાથે વહીવટી તંત્ર કામગીરીમાં વ્યસ્ત બન્યુ છે. કચ્છમાં પુરતીમાત્રામાં રસીકરણ માટેના ડોઝ પણ હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. ત્યારે પ્રશાસનની કામગીરી પ્રશંસનીય કહી શકાય.

આ પણ વાંચો : મોટા સમાચાર: અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વિઘા દીઠ 20 હજાર સહાયની વિચારણા, અગાઉ આ રકમ હતી 6800

આ પણ વાંચો : હર કામ દેશના નામ: એરક્રાફ્ટ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી પર લેન્ડ થયું C-130, પાઇલટ્સ દ્વારા પરીક્ષણો હાથ ધરાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">