મોટા સમાચાર: અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વિઘા દીઠ 20 હજાર સહાયની વિચારણા, અગાઉ આ રકમ હતી 6800

અતિવૃષ્ટિથી પાક નુકસાનીના મુદ્દે સરકાર મોટો નિર્ણય લઇ શકે છે. રાજ્ય સરકાર ખેડૂતોને વિઘા દીઠ 20 હજાર સહાય ચુકવવાની વિચારણા કરી રહી છે.

અતિવૃષ્ટિથી પાક નુકસાનીના મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોને વિઘા દીઠ 20 હજાર સહાય ચુકવવાની વિચારણા કરી રહી છે. અગાઉ પાક નુક્સાનીમાં વિઘા પ્રમાણે 6800 ચુકવવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે SDRF ધારા ધોરણ પ્રમાણે વિઘા દીઠ 6800 સહાય ચૂકવાય છે. પરંતુ મળેલી માહિતી અનુસાર ખેડૂતોને વિઘા દીઠ 20 હજાર સહાય ચુકવવાની સરકારની વિચારણા છે.

માહિતી અનુસાર પાક નુકસાન સહાયની રકમમાં વિઘા પ્રમાણે 10 થી 15 હજારનો વધારો કરવાની શક્યાતાઓ છે. વિધાનસભા સત્ર બાદ સહાય પેકેજની જાહેરાત થાવાની સંભાવના છે. જણાવી દઈએ કે વિઘા દીઠ 20 હજારની સહાય બાબતે મુખ્યમંત્રી અંતિમ નિર્ણય લેશે.

જાહેર છે કે આ વર્ષે વરસાદના કારણે ઘણું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. જેને લઈને ઠેર ઠેરથી પાક નુકસાની બાબતે સહાયની માંગ કરવામાં આવતી હતી. ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેતરો પાણીમાં ઘરકાવ થઇ જતા પાકને નુકસાન થયું છે. આવામાં જો સહાયની રકમ વધારીને 20 હજાર કરવામાં આવે તો ખેડૂતો માટે આ રાહતનો નિર્ણય હશે.

 

 

આ પણ વાંચો: આ છે સ્માર્ટસિટીના રસ્તા! અમદાવાદના આ વિસ્તારના રસ્તા પર વાહન ચલાવવું એટલે મોટું જોખમ

આ પણ વાંચો: Ahmedabad: સ્કૂલ ચલે હમ? ભણતર માટે હાલાકી ભોગવતા બાળકોને આ રીતે જવું પડે છે શાળાએ

Click on your DTH Provider to Add TV9 Gujarati